________________ 61 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ જૈન સિદ્ધાંત સામાચારી શુદ્ધ સામાચારી પ્રકાશ” નામનાં ખતરતરગચ્છનાં પુસ્તકનું ખંડન પૂ. શ્રી કાંતિવિજયજી મ.ના શિષ્ય પૂ. શ્રી અમરવિજયજી મ. એ કર્યું છે. ખંડનના આ પુસ્તકનું નામ “જૈન સિદ્ધાંત સામાચારી - અપનામ - શુદ્ધસામાચારી પ્રકાશ ઉત્તર' રાખવામાં આવેલ છે. આ પુસ્તકમાંનાં નીચેના લખાણને સૂતકવાળાઓ ખૂબ પ્રચારે છે : (1થ પ્રશ્ન 24 મે ઉત્તર) પૃષ્ઠ 277 સે તને पृष्ठ 182 तक जो सूतकविचार लिखा है, सो तो हम सिद्धांतरीतिसे यथार्थ मानते हैं, और जो कोइ न माने उसको जिनाज्ञाभंगदूषण लगता है इत्यलं / " “પૂ. આત્મારામજી મ.ની આજ્ઞાનુસાર “જૈન સિદ્ધાંત સામાચારી” નામનું પુસ્તક શ્રી અમર વિ.મ. એ લખ્યું છે. તેથી ‘શુદ્ધ સામાચારી પ્રકાશ” નામનાં ખરતરગચ્છની માન્યતાવાળા પુસ્તકમાં લખેલ પૃ. 177 થી 182 સુધીનો સૂતકવિચાર સિદ્ધાંતરીતિએ યથાર્થ માનવો જોઈએ. આજે પૂ. આત્મારામજી મ.ના વંશ-વારસદારો સૂતકને માનતા નથી એટલે તેઓને જિનાજ્ઞાભંગનું દૂષણ લાગે છે” આવો પ્રચાર સૂતકવાદીઓ કરી રહ્યા છે. તેમનો આ પ્રચાર તદ્દન અસત્ય છે. કારણકે ઉપર રજૂ કરેલ લખાણમાં, જયાં આગમ કે આગમની ટીકા વગેરે શાસ્ત્રોના પાઠો રજૂ કરેલા છે, તેમાં ગોચરી જવા સંબંધી મર્યાદાની વાત લખી છે. શ્રી જિનપૂજા કરવાની મર્યાદા સંબંધી કોઈ વાત લખી જ નથી. આગમ-ટીકા વગેરે શાસ્ત્રોમાં જણાવેલી ગોચરી જવા અંગેની મર્યાદા અને સિદ્ધાંતસ્વરૂપે માનીએ જ છીએ એટલે અમને જિનાજ્ઞાભંગનું દૂષણ લાગતું નથી. જેઓ ગોચરી જવાની મર્યાદાના શાસ્ત્રપાઠો રજૂ કરીને શ્રી જિનપૂજા બંધ કરવાની વાત કરી રહ્યા છે તેઓ શ્રી જિનાજ્ઞાને દૂષિત કરી રહ્યા છે, અને તેઓને જ જિનાજ્ઞાભંગનું દૂષણ લાગે છે. કારણકે સાધુની ગોચરી જવા અંગેની મર્યાદાના નિયમો, શ્રાવકની શ્રીજિનપૂજા માટેના નિયમ તરીકે ન બનાવી શકાય. બંને (ગોચરી અને શ્રીજિનપૂજા) અલગ બાબત છે. શરીરમાં પડેલા ઘા વગેરેમાંથી લોહી આદિ અશુચિ વહેતી હોય તો શ્રાવકથી શ્રી જિનપૂજા ન થઈ શકે, પણ તે શ્રાવક સાધુને વહોરાવી શકે. એજ રીતે શય્યાતર (જ્યાં સાધુ ઉતરેલા હોય તે