________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 54 આચાર દિનકર'ના આ પાઠનો બાલાવબોધ રજુ કરતા પૂ. આત્મારામજી મ. એ ‘તત્ત્વનિર્ણયપ્રાસાદ'માં નીચે મુજબ લખ્યું છે. [ આ લખાણની વિપરીત રજૂઆત સૂતકવાળાઓ તરફથી કરવામાં આવે છે. માટે લખાણની સાથે જ સમાલોચના રૂપે સ્પષ્ટતા પણ મૂકવામાં આવી 9 શ્રી તત્ત્વનિર્ણયપ્રાસાદ 'तदपीछे बालकके पिता, पितृव्य (चाचा-काका) पितामहोने नाल विना छेद्यां गुरुका और ज्योतिष का बहुत वस्त्र आभूषण वित्तादिसे पूजन करना. क्योंकि नाल छेद्या पीछे सूतक हो जाता है / ' સમાલોચના : બાળક જન્મે એટલે નાલ છેદ્યા પહેલા પણ અશુચિ તો હોય જ. નાલ છેદ્યા પછી જ સૂતક લાગવાની વાત લૌકિક છે. એ જ રીતે નાલ છેદ્યા બાદ સૂતક હોવાથી દાન ન આપવાની માન્યતા પણ લૌકિક જ છે. જૈન શાસ્ત્રોના નિયમ મુજબ માતાને અશુચિ હોવાથી તે દાન ન આપી શકે પરંતુ બાકીના ઘરના સભ્યોને કોઈ અશુચિ ન હોવાથી તેઓ દાન આપી શકે. સૂતકવાળાના ઘરમાં રહેલા દૂધ-પાણી વગેરે અશુદ્ધ બનતું નથી - એવી સ્પષ્ટ માન્યતા લૌકિકમતના “ધર્મસિંધુ' નામના ગ્રન્થમાં જણાવી છે. એટલે સૂતકવાળા ઘરના પાણીથી પૂજા ન થાય, નૈવેદ્ય ન ચઢાવાય, સાધુ-સાધ્વીને આહાર-પાણી ન વહોરાવાય- એવું કોઈ જૈનશાસ્ત્ર માનતું નથી. માટે કોઈ જૈને લૌકિકો પણ ન માનતા હોય તેવી પૂજા ન થાય, વહોરાવાય નહિ એવી ઢંગધડા વિનાની માન્યતા માનવાની હોય જ નહિ. 'सूतक में दक्षिणा नहीं है तदपीछे गुरु स्वस्थाने आयकर जिन प्रतिमा और स्थापित सूर्यको विसर्जन करे. माता और पुत्रको सूतक के भयसे तहाँ जिनप्रतिमा के पास न लावे.' સમાલોચના : “માતા-પુત્રને સૂતકના ભયથી શ્રી જિનપ્રતિમા પાસે ન લાવવા” એનો અર્થ એ જ થયો કે બાકીના ઘરના સભ્યો શ્રી જિનપ્રતિમા પાસે જાય, દર્શન-પૂજન કરે તેમાં સૂતકનો કોઈ ભય રહેતો નથી. અગાઉ જોઈ ગયા તેમ લૌકિકો પણ સૂતકમાં દેવપૂજનને ત્યાજ્ય માનતા નથી. સ્નાન