________________ 44 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ છે એટલે તપાગચ્છમાં નવો મત કોણે શરુ કર્યો એની વાત કોઈને પણ કરવી જ હોય તો એણે કહેવું પડે કે તપાગચ્છમાં નવો મત જો કોઈએ કાઢ્યો હોય તો પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ નહિ, પણ તેઓશ્રીને નવા મતી-નવાપંથી- નૂતનમાર્ગી કહીને વગોવનારાઓએ નવો મત કાઢયો છે. આમ છતાં પણ આજે “પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂ. મ. એ સૂતકનો નવો મત કાઢ્યો” એવું જે શ્રાવકો પ્રચારે છે તેમને મૃષાવાદઅભ્યાખ્યાન-માયામૃષાવાદ વગેરે પાપો લાગે અને શ્રાવકો જેવો પ્રચાર જે સાધુ કરે છે તેને ઉપર જણાવ્યા તે પાપોની સાથે બીજા મહાવ્રતના ભંગનું મહાપાપ પણ લાગે છે. આપણે કોઈને પાપ કરતા અટકાવી ન શકીએ પરંતુ એ પાપથી ને પાપીના પડછાયાથી દૂર રહેવાનું કાર્ય તો આપણે જરૂર કરી શકીએ છીએ. એક માન્યતા એવી પણ ચાલી પડી છે કે સૂતકવાળાના ઘરનું ભોજન કરવામાં આવે અથવા તો સૂતકીજનનો સ્પર્શ કરવામાં આવે તો તમારાથી જિનપૂજા ન થઈ શકે. એટલે એનો સીધો અર્થ એવો થયો કે પ્રસૂતિ થઈ હોય તેના ઘરે જો તમે જમ્યા તો તમારાથી પૂજા ન થાય. સુવાવડ આવી હોય તે ઘરના સભ્યો તો પોતાના ઘરનું જમે છે એટલે તેનાથી પૂજા તો થાય જ નહિ. તે જો પૂજા કરવા જાય તો દેરાસર અભડાઈ જાય. પૂજા કરીને પણ તે પાપ બાંધે છે. આ રીતે ભોજનની જેમ સ્પર્શની પણ વાત છે. આમ તો પ્રસૂતા સ્ત્રીને દશ દિવસ અડાય નહિ. તેને અડીને રહેલા બાળકને પણ અડાય નહિ. છતાં મોહવશ બાળકને અડે અથવા પ્રસૂતા સ્ત્રીને અડી ગયા તો એનાથી પૂજા ન થાય. આવી વાતો કરનારા સાચા નથી કારણ કે શાસ્ત્રીય રીતે તો પ્રસૂતિ વખતની મર્યાદા એમ.સી.ના દિવસોની મર્યાદા જેવી જ હોય છે. કોઈ એમ.સી.વાળી બહેનને અડી ગયા હોય તો તેના પર પૂજાબંધીની સજા ન ફટકારાય. તે વ્યકિત સ્નાન કરીને પૂજાના વસ્ત્રો ધારણ કરી પૂજા કરવા જઈ શકે છે. એ જ રીતે પ્રસૂતા બહેન અથવા તેને અડેલા બાળકને અડ્યા હોય તેવી વ્યક્તિ પણ સ્નાન કરીને પૂજા કરી શકે છે તેમાં કોઈ શાસ્ત્રીય બાધ