________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 40 દિવસની જેમ બધી મર્યાદા પાળવાની જ છે. આમ છતાં જો તેવી મર્યાદા ન પળાઈ તો જિનપૂજાદિ ધર્મકાર્યો માટે શું કરવું તેની જ અહીં વાત થાય છે. જેમાં ત્રણ દિવસ પછી M.C. વાળી સ્ત્રી 72 કલાકના સ્નાન પછી ઘરમાં અડી શકે. જિનદર્શનાદિ કરી શકે. સંપૂર્ણ શુદ્ધિ આવે તે પછી જિનપૂજા કરી શકે તે જ રીતે પ્રસૂતા સ્ત્રી પણ દશ દિવસ પછી સ્નાન કરે એટલે શુદ્ધ થાય. પછી ઘરમાં અડી શકે. જિનદર્શનાદિ કરી શકે અને જયારે સંપૂણ શુદ્ધિ આવે તે પછી જિનપૂજા કરી શકે. M.C. ના કે પ્રસૂતિના સમયે ઘરના બાકીના બધા સભ્યો તો એ ત્રણ કે દશ દિવસ દરમિયાન પણ કોરા બાથરૂમમાં સ્નાન કરી પવિત્ર સ્થાને રાખેલ પૂજાના વસ્ત્રો પહેરી અને પૂજાની સામગ્રી લઈને પૂજા કરી શકે. તેમના પર પૂજાદિનો પ્રતિબંધ શાસ્ત્ર, પરંપરા, તર્ક કે વિજ્ઞાન : એકેય માર્ગે મૂકી શકાય નહિ. એક દલીલ એવી કરવામાં આવે છે કે “શાસ્ત્રમાં સૂતકકુલના આહારને અમુક દિવસ સુધી ‘અભોજ્ય' તરીકે ઓળખાવ્યો છે. એટલે સૂતકકુળનો તેવો અભોજ્ય આહાર વાપરનાર “અશુદ્ધ' બની જાય છે માટે તેવા અશુદ્ધ બનેલાથી પૂજા થાય જ કેમ ?' આ દલીલ પર પણ વિચાર કરીએ. અહીં સૌથી પહેલી વાત તો એ છે કે સૂતકકુળોની વાત કરનારા કોઈ પણ શાસ્ત્રમાં “સૂતકકુળનો આહાર કરનાર શ્રી જિનપૂજા ન કરી શકે એવું લખ્યું નથી. એટલે આપણે પૂજાબંધી ફરમાવવાની હોય નહિ. બીજી વાત એ છે કે શાસ્ત્રમાં સૂતકકુલના આહારને લૌકિક અભોજ્ય’ જણાવ્યું છે તેમ કાંદા-લસણ-બટાટા વગેરે અંનતકાય અને અભક્ષ્ય પદાર્થોને ‘લોકોત્તર અભોજય' ગણાવ્યા છે. જો લૌકિક અભોજ્ય એવા સૂતકકુલનો આહાર કરનાર શ્રી જિનપૂજા ન કરી શકે તો અનંતકાય અને અભક્ષ્ય પદાર્થો ખાનાર પણ શી રીતે પૂજા કરી શકે ? બાવીશ અભક્ષ્યમાં “રાત્રિભોજન” નામનું પણ એક અભક્ષ્ય છે. રાત્રિભોજન નામનું અભક્ષ્ય શ્રાવકકુલોમાં કેવું વ્યાપક બની ગયું છે તે આજે જાહેર છે. ભોજનની સાથે પૂજાનો સંબંધ આ રીતે જોડવાનો જ હોય તો રાત્રિભોજન કરનારો કોઈ માણસ શ્રી