________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 50 જિનપૂજા નહિ કરી શકે અને શાસ્ત્રકારોને આ વાત ઇષ્ટ હોત કે માન્ય હોત તો તેઓશ્રીએ પૂજા ન થઈ શકે તેવા કારણો બતાવતી વખતે ફરમાવ્યું હોત કે “રાત્રિભોજન કરનાર માણસ શ્રી જિનપૂજા કરી શકે નહિ.” પરંતુ આવું કોઈ શાસ્ત્રમાં મળતું નથી. પૂર્વકાળથી માંડીને વર્તમાન સુધીના કોઈ ગીતાર્થોએ પણ આ રીતે પૂજાબંધી ફરમાવી નથી. અરે, સૂતકના નામે કડક પૂજાબંધી ફરમાવનારાઓ પણ રાત્રિભોજન કરનારા પૂજા કરવા જાય ત્યારે દેરાસર અભડાવી રહ્યા છો’ વગેરે બૂમાબૂમ કરતા નથી. સૂતકનો આહાર તો લૌકિક અભય” મનાય છે જ્યારે અનંતકાય અને અભક્ષ્યનું ભક્ષણ તો લોકોત્તર સ્વરૂપે “અભોજ્ય અને મહાપાપ” છે. આટલી જ વાત ધ્યાનમાં લેવામાં આવે તો સૂતકકુલના આહારને નામે પૂજાબંધીની બૂમાબૂમ કરનારા કેવા ખોટા છે તેનો ખ્યાલ આવી જશે. સાવધાનઃ આ વિચારણા અનંતકાય અને અભક્ષ્યનું ભક્ષણ કરનારાનો બચાવ કરવા માટે નથી. માટે તેવી ગેરસમજ કોઈએ ઉભી કરવાની જરૂર નથી. અનંતકાય અભક્ષ્ય શ્રાવકથી વપરાય જ નહિ, તેનું ભક્ષણ મહાપાપ જ છે આ વાત દરેક પ્રભુભક્ત બરાબર યાદ રાખવાની છે અને પાળવાની છે. આ તો ‘સૂતકવાળાના ઘરનું ખાધું એટલે હવે શ્રી જિનપૂજા નહિ થાય - એવો શ્રી જિનપૂજાવિરોધી પ્રચાર કેટલો બોગસ છે એટલું જણાવવા માટે ઉપરની વિચારણા કરી છે. પોતાના જ્ઞાન દ્વારા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ન્યાયાભાનિધિ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજા) નો મત પણ સૂતક વિષયમાં કયો હતો તે જાણવું જરૂરી બને છે કારણ કે સૂતકવાદીઓ તેમના અવતરણો ટાંકીને પૂજાનો નિષેધ કરી રહ્યા છે. પૂ. આત્મારામજી મહારાજ સ્થાનકવાસી મતમાંથી મૂર્તિપૂજકમાં આવ્યા હતા. એક સમયે સ્થાનકવાસી મતમાં રહીને મૂર્તિપૂજક મહાત્માને વાદમાં હરાવ્યા હતા પરંતુ પાછળથી સ્થાનકવાસી મત ખોટો છે તેવું સમજાઈ જતા તેમના જ ચરણોમાં તેઓશ્રીએ જીવન સમર્પણ કરેલું. પિસ્તાલીશ આગમો તેઓને મોઢે હતા અને અનેક ગ્રંથોને તે સમયની