________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 36 છે. જેના માટે કોઈ શાસ્ત્રપાઠ આપતા નથી. તેમાં એક શાસ્ત્રપાઠ આવો લખેલો મળે છે : સૂતકવાળા ઘરનાં અગ્નિ અને જળથી જિનપૂજા થાય નહિ એમ નિશીથચૂર્ણિમાં કહ્યું છે.” આજે નિશીથચૂર્ણિ ઉપલબ્ધ છે. તેમાં આવો પાઠ ક્યાંય લખેલો નથી. એથી આ વાત નિરાધાર જણાય છે. કારણ કે ઉપર ૫૧માં પ્રશ્નોત્તરમાં પણ આ જ માન્યતા ઉપા. જયસોમગણિએ લખી છે છતાં તેઓ જિનપૂજાના નિષેધનો પાઠ શ્રી નિશીથચૂર્ણિમાંથી રજૂ કરી શક્યા નથી. જે પાઠ તેમણે મૂક્યો છે તે ગોચરી જવા અંગેની મર્યાદાનો પાઠ છે એના આધારે પોતાની મતિકલ્પનાથી પૂજાબંધી માટે તેઓએ ખેંચતાણ કરી છે પણ એ તદ્દન અનુચિત છે અને આરાધના અલગ છે. ખરેખર તો અશુચિ પ્રસૂતા સ્ત્રીને હોય છે. આખું ઘર અપવિત્ર બની જવાની કલ્પના ખરતરગચ્છની પોતાના ઘરની છે. અંતરાયવાળી સ્ત્રીથી આખું ઘર અપવિત્ર બનતું નથી. એ બહેને સ્પર્શાસ્પર્શની મર્યાદા પાળવાની છે તેમ પ્રસૂતિથી આખું ઘર અપવિત્ર બની જતું નથી. પ્રસૂતા બહેનની સ્પર્શાસ્પર્શની મર્યાદા સૌએ પાળવાની છે. ફક્ત લોકવ્યવહારમાં જમવા કે ભિક્ષા આપવાનો રીવાજ ન હોવાથી તેવી માન્યતાવાળા ઘરે સાધુ વહોરવા ન જાય. તેમાં અશુચિનું કોઈ કારણ શાસ્ત્ર પણ આપ્યું નથી. પ્રસૂતિવાળા ઘરનું પાણી અપવિત્ર બની જાય તેવી માન્યતાને શાસ્ત્ર કે વિજ્ઞાન કોઈનો જ ટેકો નથી. એટલે શ્રીનિથીશચૂર્ણિના નામે જે ગડું ચલાવવામાં આવે છે તે માની શકાય નહિ. ઉપા. જયસોમગણીના સમયમાં પણ “સૂતકવાળાના ઘરના અગ્નિ અને પાણીથી જિનપૂજા ન થાય તેવો પાઠ નિશીથચૂર્ણિનો ન હતો તે સિદ્ધ થાય છે. આજે આવી આધારવિનાની અસત્યવાત પ્રચારવામાં આવી રહી છે તે તદ્દન અનુચિત છે. શાસનદેવ તેઓને સબુદ્ધિ આપે. સૂતકમાં જિનપૂજા કરવા સંબંધી તપાગચ્છની માન્યતા : શ્રી હરિપ્રશ્નોત્તર ખરતરગચ્છના આવા પ્રચારના કારણે તત્કાલીન તપાગચ્છાધિપતિ