________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 38 - ચાર-પાંચ સદી પહેલા ખરતરપક્ષના શ્રાવકો જે ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થયો હોય તેના ઘરના પાણીથી પૂજા કરતા ન હતા. એ પૂજા શુદ્ધ ન કહેવાય તેવું માનતા હતા. આ વાત ઉપા. જયસોમ ગણીના પ્રશ્નોત્તરોમાં પણ આપણે સ્પષ્ટપણે વાંચી. - આપણા તપાગચ્છમાં આ વિષયમાં કયો વિધિ છે? આવા પ્રશ્નનો ઉત્તર આપતા પૂ. હીર સૂ. મ. ફરમાવે છે કે જેનાં ઘરે પુત્ર-પુત્રીનો જન્મ થાય છે તેના ઘરના પાણીથી દેવપૂજા શુદ્ધ ન થાય તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી.” આમ કહીને ખરતરગચ્છની માન્યતા શાસ્ત્રાધારિત નથી એવું સ્પષ્ટ જાહેર કરે છે. - જો કે આજે કેટલાક પંડિતો ‘તેવા અક્ષરો શાસ્ત્રમાં જાણ્યા નથી” એનો અર્થ એવો કરે છે કે “કદાચ શાસ્ત્રમાં તેવા અક્ષરો હોય પણ ખરા પણ અમારી જાણમાં નથી ?' આવો અર્થ તારવનારા પંડિતોને આમાં પોતાનો મતાગ્રહ અને કદાગ્રહ નડે છે. ખરેખર તો પૂ. તપાગચ્છાધિપતિશ્રીની હીરપ્રશ્ન”ની ભાષાનો અભ્યાસ કર્યો હોય તો આવું ગલત તારણ કોઈ સરળ આત્મા કે શાસ્ત્રજ્ઞ મહાપુરુષ કાઢી શકે નહિ. ઉદાહરણ તરીકે એક જ નમૂનો લઈએ : “હીરપ્રશ્નમાં એક પ્રશ્નનો જવાબ આપતા લખ્યું છે કે મંત્ર પ્રાસાદ્દે પ્રતિમાસ્નાનઝરણાવસરે ચૈત્યવંદ્રનઝર પ્રતિષેધો જ્ઞાતો નાસ્તિ' એટલે કે અહીં જિનાલયમાં પ્રતિમાને પ્રક્ષાલ થતો હોય ત્યારે ચૈત્યવંદન કરવાનો પ્રતિષેધ -નિષેધ શાસ્ત્રમાં જાણ્યો નથી.” અહીં પૂ. શ્રી હીરસૂ. મ. “પ્રતિષેધ નથી એમ કહેવાને બદલે “પ્રતિષેધ જાણ્યો નથી” એમ કહે છે. છતાં આજે સૌ તેનો અર્થ “પ્રતિષેધ નથી’ એવો જ કરે છે. અને તે જ મુજબ પ્રતિમાને પ્રક્ષાલ થતો હોય ત્યારે પણ ચૈત્યવંદન કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે. જવાબ આપવાની આ તેઓશ્રીની લાક્ષણિક શૈલી છે. સૂતકના પ્રશ્નના સમાધાનમાં પણ એ જ રીતે ‘શાસ્ત્રમાં નિષેધ નથી” એવો જ અર્થ કરવો પડે. -બીજી વાત એ પણ છે કે તે કાલની અપેક્ષાએ વિશિષ્ટ શ્રતધર ગણાતા મહાપુરુષો “શાસ્ત્રમાં તેવા અક્ષરો જાણ્યા નથી” એવો સ્પષ્ટ ઉત્તર આપે, છતાં તેનો ‘શાસ્ત્રમાં નિષેધ હોઈ પણ શકે છે એવો અર્થ કાઢવામાં આવે તો