________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 24 કારણ કે શરીર અપવિત્ર હોય ત્યારે આશાતનાનો સંભવ હોવાથી શાસ્ત્રનિષિદ્ધ અંગપૂજાને પોતે કરી શકે નહિ.” આમ તો આપણું શરીર અશુચિથી જ ભરેલું છે. પરંતુ જ્યાં સુધી આ અશુચિ શરીરમાં જ છે ત્યાં સુધી સ્નાન કરે એટલે શરીર પવિત્ર ગણાય. સ્નાન કર્યા પછી પણ લોહી વગેરે અશુચિ શરીરમાંથી બહાર આવતી હોય તો શરીર અપવિત્ર ગણાય છે, આવા સંયોગોમાં ભગવાનની અંગપૂજા થઈ શકે નહિ. અહીં શાસ્ત્રકારોની ગીતાર્થતા જુઓ : અંગપૂજા ન થઈ શકે ત્યારે પણ પોતાના પૂજા દ્રવ્યો દ્વારા બીજા પાસે અંગપૂજા કરાવવી એમ શાસ્ત્રકારોએ ફરમાવ્યું. જ્યારે આ સૂતકવાળાઓ તો શાસ્ત્રમાં ક્યાંય નિષેધ કરેલો ન હોવા છતાં, સૂતકના નામે શ્રી જિનપૂજાનો નિષેધ તો કરે જ છે પણ આટલાથી સંતોષ ન થતાં “સૂતકવાળાના ઘરનાં પાણી અને અગ્નિથી પૂજા ન થાય તેવી શાસ્ત્રાધારરહિત વાતો કરે છે. શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણમાં સ્નાન કર્યા પછી પણ શરીર અપવિત્ર રહે તેવાં કારણો બતાવ્યા તેમાં ક્યાંય સૂતકનો ઉલ્લેખ કર્યો નથી. એટલે “સૂતકમાં સ્નાન કર્યા પછી પણ શરીર અપવિત્ર રહે તેવી અશાસ્ત્રીય, અતાર્કિક માન્યતાનો કોઈ પણ પ્રભુભક્ત સ્વીકાર કરવો જોઈએ નહિ. - પ્રસૂતા સ્ત્રી અને અંતરાયવાળી સ્ત્રીને લોહીનો સ્રાવ ચાલુ હોવાથી સ્નાન કરવા છતાં તેઓ પૂજા કરી શકતા નથી. પ્રસૂતાના 10 દિવસ અને અંતરાયવાળી સ્ત્રીના 72 કલાક પસાર થયા પછી પણ જયાં સુધી સ્રાવ સંપૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી તેઓથી પૂજા થઈ શકે નહિ. અગ્રપૂજાદિ કરી શકે. સૂતકનો વિવાદ સદીઓ જૂનો છે: સૂતકમાં જિનપૂજાનો પ્રતિબંધ ખરતરગચ્છની માન્યતા છે : તપાગચ્છની માન્યતા સૂતકમાં પણ જિનપૂજાદિ કરવાની છે : આ બધાયના આધારો જુઓ: આજના સમયમાં ખોટા પ્રચારોનો મારો ચલાવવાના પરિણામે એક એવી હવા ઊભી થઈ છે કે “સૂતકમાં જિનપૂજા થાય તેવો નવો મત પૂ. આ.