________________
શ્રી પાક્ષિકસૂત્ર ,
૧૧ર
પાઠ સમજી લે). “તિ છવા'-એ કારણથી “૩૫ર્કંપા
વિશ્વામિ–તે પ્રાણાતિપાત વિરમણને સર્વથા અંગીકાર કરીને, “માસક૯૫” વગેરે નવકલ્પી સાધુના વિહારથી વિચરું છું ( વાક્યની શોભા માટે અવ્યય સમજ), કારણ કે એમ નહિ વિચરવાથી વ્રતને સ્વીકાર વ્યર્થ થાય. હવે છેલ્લે વ્રત સ્વીકારવાની પ્રતિજ્ઞા (નિશ્ચય) કરતાં કહે છે કે – ___'प्रथमे भदन्त ! महाव्रते उपस्थितोऽस्मि सर्वस्मात् પ્રજાતિ તાત વિરમM –હે ભગવંત! હું પહેલા મહાવ્રતની સમીપમાં રહ્યો છું, સર્વથા પ્રાણાતિપાતની વિરતિને સ્વીકાર કરું છું, અર્થાત્ મારે આજથી સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી (હિંસાથી) વિરમણ એટલે નિવૃત્તિ (નહિ કરું એવી પ્રતિજ્ઞા) છે. અહીં “હે ભગવંત” એવું આમંત્રણ આદિમાં, મધ્ય અને અંતે કરેલું હોવાથી, ગુરુને પૂછવા વિના કંઈ કરવું નહિ અને પૂછીને પણ કર્યા પછી તેઓને જણાવવું એમ સૂચવ્યું છે, એ રીતે આ વ્રતની આરાધના થાય છે. આ વ્રત લેવા છતાં પ્રાણાતિપાત કરનારાઓને
નરકમાં જવું, આયુષ્ય ઘટવું–અ૯પ થવું, બહુ રેગે થવા, કદરૂપ થવું વગેરે દેશે સમજવા. (૧)
એ પ્રમાણે પહેલું વ્રત કહ્યું. હવે બીજું વ્રત કહે છે
દાજે કુ()જો મતિ ' ઇત્યાદિ-હવે પહેલા પછીના બીજા મહાવ્રતમાં હે ભગવંત! શ્રી જિનેશ્વરદેવોએ