________________
શ્રી પાક્ષિકસૂત્ર
૧૩૭ વૈક્રિય શરીરધારી દેના રૂપને જોઈને શરીરને જ જીવ માનવે જેમ કે –“જીવ રૂપી” છે એ અભિપ્રાય; અને ૭. “સર્ષનાવઃ'વાયુથી ચલાયમાન પુદ્ગલેને જોઈને તેમાં પણ જીવની માન્યતા કરવાથી જગતમાં દેખાય છે તે પ્રત્યેક વસ્તુ “જીવ” છે, એ અભિપ્રાય. આ સાતે અભિપ્રાય માં લોક છ દિશાઓમાં છે છતાં ન્યૂન માનવારૂપે, તથા કર્મોને નહિ માનવારૂપે અને શરીરના ધર્મો દેખીને આત્માને તે માનવારૂપે, “વિ”-વિપરીત, “ભંગ”—કલ્પના હોવાથી તેને વિ–ભંગ-વિભંગ”જ્ઞાન કહ્યું છે. આ જ્ઞાન મિથ્યાત્વ મેહનીયના ઉદયપૂર્વકના જ્ઞાનાવરણીય કર્મોના ક્ષપશમથી થાય છે, અથવા મિથ્યાત્વી દેવ–નારકીને ભવપ્રત્યયિક હોય છે, માટે તે અજ્ઞાન છે. (૧૪) તથા–
“વિષUT: નૈષUTTઃ '—સાત પિડેષણ અને સાત પાનૈષણાનું વર્ણન ગેચરીના દોષામાં કહ્યા પ્રમાણે જાણવું. તેને તથા “વહ (નcત) –અહીં સૂચના માત્ર કરી છે, એટલે “વદ–વસતિ (રહેઠાણ-ઉપાશ્રય) ને અંગે સાત પ્રકારની પ્રતિમાઓ (અભિગ્રહ), તે આ પ્રમાણેઃ ૧. “આ –અમુક ઉપાશ્રય મેળવે પણ બીજો નહિ” એમ અભિગ્રહ કરીને પછી તેવાની જ યાચના કરીને તેને મેળવવા તે પહેલી પ્રતિમા. ૨. “હું બીજાઓને માટે ઉપાશ્રય યાચીશ, અથવા બીજાઓએ યાચેલામાં રહીશ” એવો અભિગ્રહ તે બીજી પ્રતિમા. પહેલી પ્રતિમા સર્વસામાન્ય (સર્વ) સાધુએને ઉદ્દેશીને અને બીજી ગચ્છવાસી સાંગિક (એક માંડલીવાળા) કે અસાંગિક (ભિન્ન માંડલીવાળા) ઉત્કટ