________________
૧૪૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો સાથ શબ્દાદિ વિષયમાં રાગ-દ્વેષ કરતાં નહિ રેકવી. તે પાંચ ઈન્દ્રિને અસંવર; શાસ્ત્રોક્ત સંખ્યા-પ્રમાણથી વિપરીત (અનિયત) કે અકલ્પ વસ્ત્ર-પાત્રાદિ ઉપધિ ગ્રહણ કરવી, અથવા જ્યાં ત્યાં વેરવિખેર પડેલા વસ્ત્ર-પૌત્રાદિને યથાસ્થાને નહિ મૂકવાં તે ૯. ઉપધિ અસંયમ. અને સૂચિ (સેય)ના ઉપલક્ષણથી સેય, નખરદની, પિમ્પલક આદિ શરીરને ઉપઘાત કરે તેવી અણ (ઘાર)વાળી વસ્તુઓને સુરક્ષિત નહિ રાખવી તે ૧૦. સૂચિ અસંવર, જાણ. દશ પ્રકારને સંકૂલેશ આ પ્રમાણે ૧૯ જ્ઞાનનું અવિશુધ્યમાનપણું, તે “જ્ઞાનસંલેશ”. ૨. દર્શનનું અવિશુધ્ધમાનપણું તે “દર્શનસંકલેશ”. ૩. ચારિત્રનું અવિશુધ્ધમાનપણું તે “ચારિત્રસંલેશ”. ૪. મન દ્વારા (મનમાં) સંક્લેશ થાય તે “મનસંકુલેશ.... પ. વચન દ્વારા સંક્લેશ થાય તે “વચનસંકુલેશ”. ૬. કાયાને આશ્રયને (રાગ-દ્વેષાદિ) થાય તે “કાયસંલેશ. તથા સંયમને અથવા સંયમના સાધક શરીરને ઉપધાન
એટલે આલંબન થાય તે ઉપધિ–સારા નરસાં વસ્ત્રો વગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે. ૭. “ઉપધિસંલેશ”. સારી-ખરાબ (વસતિ) ઉપાશ્રયને અંગે સંક્લેશ થાય તે ૮. “વસતિસંક્લેશક્રોધાદિ કષાયને વશ થવું તે ૯. “કષાયસંકુલેશ.... અને ઈચ્છાનિષ્ટ આહાર-પાણ વગેરેમાં સંલેશ થાય તે ૧૦. અન્નપાણ સંકુલેશ. એમ દશ પ્રકારના અસં. વરને તથા દશવિધ સંકુલેશને ‘પરિ૦’ ત્યાગ કરતે વગેરે અર્થ પૂર્વ પ્રમાણે (૨૦).