________________
કરણાસત્તરીમાં અભિગ્રહો
જ્ઞાન કરાવવાનો છે, તેથી એ પાંચને જ્ઞાનેન્દ્રિય કહી છે. એના દ્વારા આત્માને જ્ઞાન મેળવવું હિતકર છે. ઇષ્ટમાં રાગ કરવો કે અનિષ્ટમાં ઢષ કરે તે આત્માનું કર્તવ્ય નથી. અનાદિ કાળથી જ્ઞાનેન્દ્રિયો દ્વારા તે તે વિષયોનું જ્ઞાન મેળવીને મેહદયથી તેમાં રાગ-દ્વેષ કરવાથી જીવ સંસારમાં ભટકે છે. તેમાંથી બચવા માટે સંયમ છે, માટે સંયમીએ ઈષ્ટ-અનિષ્ટ વિષયે પ્રત્યે રાગ-દ્વેષને તજવા જ જોઈએ. મહિનો પરાભવ કરવા માટે જેમાં દ્વેષ થાય તેવા વિષને સેવવા જોઈએ અને જેમાં રાગ થાય તેવા વિષયેનો ત્યાગ કરવો જોઈએ. જડ પદાર્થોને જડ જીવન પૂર ઉપયોગ જરૂરી છે, તેમાં રાગ-દ્વેષ થાય તે નિષ્કારણ કર્મબંધનું કારણ બને છે. અને જે મેહને નાશ કરવાને છે, તેનું પોષણ કરીને ઊલટો આત્માનો પરાભવ કરે છે, માટે જિનવચનના બળે અનિત્ય પદાર્થોના સ્વરૂપને વિચારી રાગ-દ્વેષના પરાભવથી બચવા ઉદ્યમ કરવું જોઈએ.
પડિલેહણા–એનું વર્ણન આ ગ્રન્થમાં જુદુ આપેલું છે.
અભિગ્રહો-દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને અંગે ઇરછાનો રોલ કરવા માટે અભિગ્રહો (પ્રતિજ્ઞાઓ) કરવી તે. આ અભિગ્રહના દ્રવ્યાદિ ચાર પ્રકારો આ પ્રમાણે છે –
૧. દ્રવ્યાભિગ્રહ-અમુક લેપકૃત અથવા અલેપકૃત. વસ્તુ સિવાયની વસ્તુ ન લેવી અથવા અમુક દ્રવ્ય (સાધન)થી વહોરાવે તે જ લેવી ઈત્યાદિ અમુક દ્રવ્ય વસ્તુને અંગે. મર્યાદા બાંધવી તે દ્રવ્ય અભિગ્રહ.