________________
સાધુ-સાધ્વીના કલમને વિધિ
૩ર૩,
કારને કાત્સર્ગ કરી પારીને પ્રગટ નવકાર કહે. પછી મૃતકના મસ્તકે વાસક્ષેપ કરવાપૂર્વક ત્રણ વાર “સિરે” કહેવું.
સિરાવતાં પહેલાં એક વધારાની ઉપધિ વગેરે શ્રાવકો પાસે દૂર કરાવી, ઊનની વસ્તુઓને ગોમૂત્ર કે સેનાવાણી પાણી છાંટીને અને સુતરાઉને પાણીથી પવિત્ર કરવી. મૃતકને વોસિરાવતાં પહેલાં, કાલધર્મ પામે તે જ વખતે, એક આંગળીને સહજ છેટ કરી ખંડિત બનાવવું. હાથપગના આંગળા ળા સૂતરથી બાંધી લેવા, કે જેથી કોઈ વ્યન્તરાદિ તેમાં પ્રવેશ ન કરી શકે.
શ્રાવકનું કર્તવ્ય-મૃતકને મસ્તક તથા દાઢી-મૂછના વાળનું મુંડન કરાવવું. રાત્રે ધીર શ્રાવકેએ ચોકી કરવી. મુંડન પછી એક કથરોટ વગેરેમાં બેસાડીને કાચા પાણીથી પ્રક્ષાલન (સ્નાન) કરવું, સુંવાળા વસ્ત્રથી શરીર કોરું કરી ચંદન-કેસર બરાસ ઘસીને વિલેપન કરવું. સાધુ હોય તો ચાળ પટ્ટો રા હાથને પહેરાવી કંદરે બાંધે; ઉપર સાડાત્રણ હાથને કપડાં પહેરાવ; કપડાના ચાર છેડે અને મધ્યમાં કેસરના અવળા સ્વસ્તિક કરવા. બીજાં કપડાંને કેસરના છાંટા નાખવા. નનામી ઉપર એક મજબૂત કપડાને ઉત્તરપટ્ટો પાથરીને વચ્ચે આટાને અવળો સાથિયે કરી મૃતકને તેની ઉપર સુવાડવું. કેઈ આચાર્યનું મૃતક હોય તે માંડવી બનાવી, બેસાડવાની જગ્યાએ તેમાં આટાનો અવળે સાથિયો કરીને બેસાડવું અને શરીરને માંડવી સાથે બરાબર બાંધી લેવું. સાધ્વીનું મૃતક હોય તે શ્રાવિકા