________________
३२४
શ્રી શ્રમણકિયાનાં સૂત્ર સાથે
ઓએ નીચે પહેરાવવાને લેજો વગેરે સિવાયનાં ઉપરનાં કપડાંમાં દરેકને પાંચ અવળા સાથિયા કેસરથી કરવા. કેસર દરેક વસ્ત્રોને છાંટવું. નીચે પહેલો નાવના આકારે લગેટ પહેરાવ તે ન હોય તે કપડાને ચૌદ પડ કરી લંગોટ બાંધવે. તેની ઉપર જઘા સુધીને લેશે, અને તેની ઉપર પગની ઘૂંટી સુધીનો લે છે, તેની ઉપર કટી ભાગે કરે, તેની ઉપર સાડા પગની પાની સુધી લાંબે પહેરાવ. ઉપર દેરી બાંધવી. કંચુઆની જગ્યાએ પહેલાં સ્તન ભાગને કપડાના પાટાથી બાંધી, કંચે પહેરાવી, એક નાને કપડે પહેરાવો. પછી નનામીમાં સુવાડ્યા પછી પગની પાનીથી મસ્તક ઢંકાય તેવે લા કપડે ઓઢાડે. મુખ ખુલ્લું રાખવું. સાધુ-સાધ્વી ઉભયને મુખે મુખવસ્ત્રિકા બાંધવી.
એમ મૃતકને શણગારી જ્યાં નનામી કે માંડવી પધરાવે ત્યાં પણ માથાની પાસે લેહની ખીલી જમીનમાં ઠોકવી. મૃતકની જમણી બાજુએ એક ચરવલી, મુહપત્તિ અને ડાબી બાજુએ એક લાડુ સહિત ખંડિત પાત્રવાળી ઝેળી મૂકવી. કાલધર્મ પામતી વખતે ચંદ્રનક્ષત્ર જે રેહિણી, વિશાખા, પુનર્વસુ અને ત્રણ ઉત્તર એ છ પૈકીનું કઈ નક્ષત્ર હોય, તે મૃતકની સાથે ડાભનાં બે પૂતળાં મૂકવાં, જે જયેષ્ઠા, આદ્ર, સ્વાતિ, શતભિષફ, ભરણી, આશ્લેષા અને અભિજિત એ સાત પૈકીનું કેઈ નક્ષત્ર હોય તો પૂતળું મૂકવું નહિ; શેષ પંદર નક્ષત્રમાં એક પૂતળું મૂકવું. જેટલાં પૂતળાં મૂકવામાં આવે તે પ્રત્યેકની સાથે એક ચરવળી, મુહપત્તિ અને લાડુ સહિત