________________
સાધુ-સાધ્વી કાળધર્મ પામે ત્યારે
કરવાનો વિધિ કોઈ સાધુએ રાત્રે કાળ કર્યો હોય, ત્યારે બીજા સાધુઓએ પ્રતિક્રમણાદિ ક્રિયા, સગવડ હોય તે, બીજા હાલમાં મૌનપણે કરવી. મૃતકના હાલમાં સ્થાપનાજી વગેરે રાખવા નહિ. નાના સાધુએ મૃતકવાળા સ્થાને બેસવું–રહેવું નહિ. સગવડ ન હોય તે, તે જ રૂમમાં પડદા વગેરેને આંતરે પ્રતિકમણાદિ કરવું. પ્રૌઢ અને ધીર સાધુએ જાગવું અને કાયિકીનું માત્રક રાખવું. જે મૃતક ઊઠે તે ડાબા હાથમાં કાયિકી લઈ “બુ બુ બુગા” કહી તેના ઉપર છાંટવું. ગૃહસ્થો ત્યાં હાજર હોય તે મૃતકને વોસિરાવી તેઓને સેંપી દેવું. તેમાં પ્રથમ મૃતક જ્યાં પડયું હોય ત્યાં, તેના માથાની પાસે જમીનમાં, એક ખીલી મારવી. પછી મૃતક પાસે દડે થાપી ખમા દઈ ઈરિ૦ પ્રતિકમી ખમા દઈ કેટિક ગણ, વયરી શાખા, ચાંદ્ર કુલ, આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજીનું (અથવા પિતાના આચાર્યનું) નામ લેવું. ઉપાધ્યાય શ્રી સકલચંદ્રજીનું (અથવા પિતાના ગચ્છના ઉપાધ્યાયનું) નામ લેવું, મહત્તાશ્રીનું (પિતાના ગરછમાં જે મહત્તરા હેય તેનું) નામ લેવું. અમુક ગુરુના શિષ્ય (કે શિષ્યા) મુનિશ્રી અમુક નામ હોય તે નામ બેલવું. (સાધ્વીનાં ગુરુણી અને કાલધર્મ પામનારનું નામ લેવું) મહાપારિટૂઠાવણિઆએ કરેમિ કાઉસ્સગ્ગ અન્ન છે કહી, એક નવ