________________
દશાધા સામે
૨૭૩
૪. આશિકી-જ્ઞાનાદિ આવશ્યક પ્રજને ઉપાશ્રેયાદિથી બહાર જતાં “આવસહી” બેલી ગુરુ આજ્ઞાપૂર્વક બહાર જવું તે કિયાને અને ક્રિયાસૂચક “આવરૂહી” શબ્દને પણ આવથિકી કહી છે.
પ. નૈધિકી-અવશ્ય પ્રજને બહાર ગયેલા સાધુને પુનઃ ઉપાશ્રયાદિ સ્થાનમાં પ્રવેશ કરી, તે કાર્યથી નિવૃત્ત થવું તે અને પ્રવેશ કરતાં ‘નિસીહિ' શબ્દ ઉચ્ચાર તે પણ નિધિની સમજવી.
૬. આપૃચ્છા–સર્વ પ્રજનમાં ગુરુની આજ્ઞા મેળવવા વિનયપૂર્વક પૃછા કરવી, કઈ પણ કાર્ય કરતાં પહેલાં ગુરુને પૂછવું તે “આપૃચ્છા” સામાચારી.
૭. પ્રતિપૃચ્છા-ગુરુએ કહ્યું હોય કે “તારે અમુક કાર્ય કરવું”, તે કાર્ય કરતાં પહેલાં ગુરુને પુનઃ પૂછવું તે પ્રતિપૃછા. પહેલાં ગુરુની આજ્ઞા મેળવી હોય અથવા ગુરુએ કઈ કામ કરવા સૂચના કરી હોય, તે કાર્ય કરતાં પુનઃ પૂછવાથી કરતી વેળા કદાચ તે કામ કરવાનું ન હોય તે ગુરુ નિષેધ કરે અથવા કંઈ વિશેષ સૂચના કરવાની હોય તે કરી શકે માટે પુનઃ પૂછવું જોઈએ.
૮. છન્દના-પૂર્વે ગ્રહણ કરેલા આહારાદિમાંથી સર્વ સાધુઓને આ આહારાદિ હું લાવ્યો છું, જે કઈને ઉપયોગી થાય તો ઈચ્છા પ્રમાણે ગ્રહણ કરો” એમ દાન