________________
દશધા સામાચારી
આઘ, દશધા અને પવિભાગ-એમ સામાચારી ત્રણ પ્રકારે છે. તેમાં આઘનિયુક્તિમાં કહેલી તે એધસામાચારી, તથા ઉત્સ-અપવાદના ભેદી તે પવિભાગસામાચારી સમ જવી. અને દશધા સામાચારી નીચે પ્રમાણે છે—
'
૧. ઇચ્છાકાર-ગુર્વાદિએ શિષ્યને કોઈ કામની પ્રેરણા કરતાં તારી ઇચ્છા હોય તા આ અમુક કાર્ય કરા’ એમ કહેવુ' અથવા કામ કરનારે વિના પ્રેરણાએ પણ આપની ઈચ્છા હાય તો હું અમુક કામ કરુ' તે. એમ પરસ્પર એકબીજાની ઇચ્છા જોઈ કાય કરવું, કરાવવું, પણ ખલાત્કાર નહિ કરવા.
૨. મિથ્યાકાર-જિનવચનના સારના જાણુમુનિ, સચમની કોઈ પણ પ્રવૃત્તિમાં ભૂલ થાય ત્યારે, તે ભૂલના સ્વીકારપૂર્વક, - મિથ્યાદુષ્કૃત' આપે, કિન્તુ પુનઃ તેવી ભૂલ ન કરે કે ભૂલને સમજપૂર્વક આદર ન કરે તે.
૩. તથાકાર-સૂત્ર-અર્થ વિષયક પૃચ્છા કરતાં, ગુર્વાદિ જે કહે તે સાંભળી તરત જ ‘તહત્તિ’ કહી સ્વીકારે, પણ કુતર્કાદિ ન કરે. એ રીતે શુર્વાદિ સામાન્યવિષયક આદેશ કરે ત્યારે પણ તરત જ ‘ તહત્તિ ’ કહી સ્વીકાર કરે. વ્યાખ્યા નાર્દિ સાંભળતાં પણ પુનઃ પુનઃ તદ્ઘત્તિ' કહી સ્વીકાર કરે ઇત્યાદિ.
6