________________
બાર ભાવનાઓ
૩૦૫
૩. એકલાપણું-એકલા જન્મતા અને મરતા જીવને સંસારચકમાં સારી-માઠી ગતિએ એકલાને જ ભેગવવી પડે છે; માતા-પિતા, ભાઈબહેન, સ્ત્રી-પુત્ર કે કઈ બીજું એમાં ભાગ કરતું નથી, માટે જીવે પોતાનું આત્મહિત પોતે એકલાએ જ કરવું જોઈએ, બીજાની આશા રાખવી વ્યર્થ છે.
૪. સવથી જુદાપણું-સ્વજનથી, પરિવારથી, વૈભવથી અને જેને પાળી-પષીને અનેક રીતે સંભાળું છું, તે શરીરથી પણ હું ભિન્ન છું, તેમાંનું કઈ મારું નથી, એવી જેની બુદ્ધિ હોય તેને શેકરૂપ શત્રુ દુઃખી કરી શકતા નથી.
પ. શરીરનું અશુચિપણું–જે શરીર સ્વભાવે જ વસ્તુમાત્રને દુર્ગધમય બનાવે છે, જેની ઉત્પત્તિ અશુચિમાંથી થયેલી છે અને પછી પણ તે ગંદા પદાર્થોથી પોષાય છે, તે શરીરનું સર્વત્ર અપવિત્રપણું વારંવાર વિચારવું. ઉપર મહેલી ચામડી માત્રમાં મૂઢ બનેલો જીવ શરીરના રાગથી અનેકાનેક પાપે કરે છે તે જે શરીરના સ્વરૂપને સમજે તે વૈરાગ્ય પ્રગટ થાય અને સર્વ પાપનું કારણ શરીરને રાગ ટળી જતાં મોક્ષની આરાધનામાં તે સાધન બની જાય.
૬. સંસારી સંબંધની વિચિત્રતા–એક વાર જે માતા હોય છે, તે જ આ સંસારમાં બીજા જન્મમાં બહેન, પુત્રી કે પત્ની પણ થાય છે, બ્રાહ્મણ કસાઈ રાજા રંક, પંડિત મૂખ, દેવ કીડો કે શ્રીમંત દરિદ્ર પણ થાય છે. २०