________________
અસ્વાધ્યાયિક પ્રકરણ
૩૧૧
પણ પ્રવૃત્તિ નહિ કરવી; બિમારી વગેરે આવશ્યક કારણ આવી પડે તે હાથ, આંખ કે આંગળીના ઇશારાથી કામ લેવુ', ખેલવું પડે તેા મુખવસ્ત્રિકાથી મુખ ઢાંકીને ખેલવુ અને જવું-આવવું પડે તે વર્ષાકલ્પ (કામળી )થી શરીર ઢાંકીને જવું-આવવું.
૨. ઔપાતિક -રજસ્, માંસ, રુધિર, કેશ અને પાષાણના વરસાદથી થાય તે ઔત્પાતિક અસ્વાધ્યાય જાણવા; તેમાં અચિત્ત રજ વરસે તે ૧. રોવૃષ્ટિ; માંસના કકડા આકાશ માર્ગેથી પડે તે ર. માંસવૃષ્ટિ; રુધિરના બિંદુએ પડે તે ૩. રુધિરવૃષ્ટિ, ઉપરના ભાગથી કેશ પડે તે ૪. કેશવૃષ્ટિ અને કરા વગેરે પથ્થરને વરસાદ પડે તે પ. પાષાણવૃષ્ટિ. તથા રજોદ્ઘાત-દિશાએ રજવાળી હોય ત્યારે સૂત્ર નહિ ભણવું, બીજી સઘળીય પ્રવૃત્તિ કરી શકાય. તેમાં માંસ અને રુધિરની વૃષ્ટિ થાય તે એક અહારાત્ર સુધી અસ્વાધ્યાય અને શેષ રજોવૃષ્ટિ વગેરેમાં તે તે વૃષ્ટિ થાય ત્યાં સુધી નન્દી વગેરે સૂત્ર ન ભણવું, શેષ કાળે ભણવું અહી રજોવૃષ્ટિ અને રજોદ્ઘાતમાં એ ભેદ છે કે ધુમાડા જેવા આકારે કંઈક સફેદ અચિત્ત ધૂળ વરસે તે રજોવૃષ્ટિ અને સર્વ દિશાએ અચિત્ત ધૂળવાળી છવાઈ જતાં સર્વત્ર અધકાર જેવુ' દેખાય તે રજોદ્ઘાત જાણવા. એ બન્ને પવન સહિત કે રહિત પડે ત્યારે ત્યાં સુધી સૂત્ર નહિ ભણવું.
૩. સદેવ-દેવાદિથી થયેલ અસ્વાધ્યાયિકને સદૈવ ( અથવા સાદ્દિવ્ય ) કહેવાય છે, તે આ પ્રમાણે છે: ૧.