________________
૩૧૪
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્ર સાથે મતે સૂર્ય દિવસે ગ્રહણ થાય અને મુકાયા પછી આથમે તે, જે દિવસે ગ્રહણ થાય ત્યારથી બીજા સૂર્યોદય સુધી અવાધ્યાય
નિર્વાત-વાદળ સહિત કે રહિત આકાશમાં વ્યસ્તર દેવે કરેલે મહાગર્જના તુલ્ય અવાજ.
ગુજિત-ગર્જનાના જ વિકારરૂપ ગુંજારવ કરતે મહાધ્વનિ (અવાજ). આ બન્ને થાય ત્યારથી આઠ પ્રહર પૂર્ણ થતાં સુધી અસ્વાધ્યાય.
ચારસંધ્યા-સૂર્યાસ્ત પછી, મધ્યરાત્રીએ, સૂર્યોદય પૂર્વે અને મધ્ય દિવસે એમ ચાર વખત બે બે ઘડી અસ્વાધ્યાય
ચાર મહાપડવા-અષાઢ, આસ, કાર્તિક અને ચૈિત્ર માસની પૂર્ણિમા તથા પ્રતિપદ એ ચાર મહામહોત્સવના દિવસે છે. જોકે મહોત્સવ ચતુર્દશીના મધ્યાહ્નથી પૂર્ણિમા સુધી હોય છે, તે પણ, પ્રતિપદાના દિવસે પણ ચાલુ રહેતા હેવાથી, પ્રતિપદા સુધી ઘણી હિંસાનું કારણ હોવાથી, એ. દિવસમાં સ્વાધ્યાય નહિ કરે, બીજી પ્રવૃત્તિ કરવાને નિષેધ નથી. આ ઈન્દ્રમહત્ય જે દેશ, ગામ, નગરમાં જેટલા દિવસ ચાલે તેટલે, અસ્વાધ્યાય સમજ. ચિત્રી. ઈન્દ્રમહ ગુફલ પ્રતિપદાથી કૃષ્ણ પ્રતિપદા સુધી પ્રસિદ્ધ છે.*
* આચારપ્રદીપમાં આચરણાથી સૂર્યાસ્ત પહેલાં, મધ્યરાત્રે, સૂર્યોદય પહેલાં અને મધ્યદિનની એમ ચાર સંધ્યા કહેલી છે અને અન્યત્ર સૂર્યોદય તથા સૂર્યાસ્તની પહેલાં અને પછી એક એક ઘડી કહેલી છે.
+ વર્તમાનમાં આસ-ચૈત્રમાં સુદ ૫ના અને અષાઢકાર્તિકમાં સુદ ૧૪ ના મધ્યાહ્નથી આરંભી વદ ૧ના પૂર્ણાહુતિ સુધી આ