________________
પરિશિષ્ટ ત્રીજો
૧. અસ્વાધ્યાયિક પ્રકરણું રુધિરાદિ અશુચિ વગેરેને કારણે સ્વાધ્યાય (સૂત્રાદિનું પઠન-પાઠન) વગેરે ન થઈ શકે તેવા પ્રસંગોને અસ્વાધ્યાયિક કહેવાય છે. તેના બે મૂળ ભેદો છે, તેમાં, ૧. આત્મસમુO-સ્વાધ્યાય કરવાની ઈચ્છાવાળાથી જે કારણ ઊપજે તે આત્મસમુત્ય. અને ૨. પરસગુલ્થ-બીજાથી કારણ ઊપજે તે પરસમુત્ય જાણવું. તેમાં પરસ મુત્યનું વર્ણન નીચે પ્રમાણે છે. આત્મસમુલ્ય અસ્વાધ્યાય તો પરસમુત્થમાં કહીશું તે પરમનુષ્યના અસ્વાધ્યાયની તુલ્ય સમજી લે.
પરસમુત્ય–તેના ઉત્તર પ્રકારે પાંચ છેઃ ૧. સંયમઘાતિક, ૨. ઔપાતિક, ૩. સદેવં. ૪. બુદ્દબ્રાહિક અને ૫. શારીરં. એ પાંચ પ્રકારના અસ્વાધ્યાયિકમાં સ્વાધ્યાય કરનારને જિનાજ્ઞાને ભંગ, અનવસ્થાં વગેરે દોષો લાગે છે.
૧. સંયમઘાતિર્ક-સંયમનો ઘાત કરનાર તેના ત્રણ ભેદો છે: ૧. મહિકા, ૨. સચિત્ત રજોવૃષ્ટિ અને ૩. અપકાયની વૃષ્ટિ. તેમાં કાર્તિકથી માઘ મહિના સુધી આકાશમાં જે ઘુમરી (ધુમ્મસ) વરસે તે ૧. મહિકા. આ ધુમ્મસ વરસતાં તરત જ સર્વ સ્થાને અપૂકાયમય બની જાય છે, માટે અંગોપાંગ સંકેચીને. મૌનપણે, ઉપાશ્રયાદિ સુગુપ્ત સ્થાને બેસી રહેવું જોઈએ, હાથ-પગ પણ હલાવવા જોઈએ