________________
૩૧૦
શ્રી મણજ્યિાનાં સૂત્રો-સાથે નહિ. ૨. અરણ્યના પવનથી ઊડેલી વ્યવહાર સંચિત રજ, તે વર્ણથી કંઈક લાલ હોય અને દૂર દૂર દિશાઓમાં દેખાય. આ સચિત્ત રજ પણ સતત વરસે તે ત્રણ દિવસ પછી સર્વ સ્થાને પૃથ્વીકાયમય બની જાય છે. ૩. અપકાયની વૃષ્ટિ, તેના ત્રણ પ્રકારે છેઃ ૧. બુદ્દબુદ્દી વર્ષા, ૨. બુદ્દબુરહિત અને ૩. કૃસિકા. તેમાં બુદ્દબુદ્ર એટલે જે વરસાદમાં નીચે પાણીમાં પરપોટા (પાણીની સળીઓ) થાય, તે જે આઠ પ્રહર સુધી (અને અન્ય મતે ત્રણ દિવસ સુધી) સતત વરસે તે, તે પછી અસ્વાધ્યાય. ૨. બુબુદ્દ (પરપોટા) રહિત-સતત પાંચ દિવસ વરસે તે તે પછી અસ્વાધ્યાય. અને ૩. કુસિક (ઝીણી ફૂસી) સતત સાત દિવસ વરસે તે તે પછી સર્વત્ર અપકાયમય બની જાય, માટે તે તે સમય પછી અસ્વાધ્યાય સમજ. (આ અસ્વાધ્યાય આદ્રથી ચિત્રા નક્ષત્રને સૂર્ય હોય ત્યારે સમજવો, શેષ કાળે તે અ૫ વરસાદ પડે તે પણ બંધ થયા પછી ત્રણ પ્રહર.) વળી આ સંયમઘાતિકને પરિહાર સ્વાધ્યાયમાં દ્રવ્યાદિ ચાર ભેદે કહ્યો છેઃ ૧. દ્રવ્યથીઉપર્યુક્ત મહિકા, સચિત્ત રજ અને વર્ષાને ત્યાગ. ૨. ક્ષેત્રથીજે ગામ, શહેર આદિમાં વરસે ત્યાં સ્વાધ્યાયનો ત્યાગ. ૩. કાળથી-તે તે કાળ પછી જ્યાં સુધી તે વરસે ત્યાં સુધી (તેટલા કાળને) ત્યાગ. અને ૪. ભાવથી-નેત્રફુરણશ્વાસોચ્છવાસ સિવાયની સઘળી ચેષ્ટાને ત્યાગ કરે; ઉપરાંત જવું આવવું, પડિલેહણ કરવું વગેરે કાયિક પ્રવૃત્તિ અને બલવું વગેરે વાચિક પ્રવૃત્તિ પણ વર્જવી. વિને કારણ લેશ