________________
બાર ભાવનાઓ સંસારને ઓળખવા માટે સોગેનું અનિત્યપણું ૧; જીવનું અશરણપણું ; એકલાપણું ૩; સર્વથી જુદા પણું ૪; શરીરનું અશુચિપણું પ નાટકિયાની જેમ જીવનું ભિન્ન ભિન્ન રૂપે અને સંબંધોથી ભટકવાપણું ૬; પ્રતિસમય કર્મોથી બંધન ૭; તેને રોકવાના ઉપાયે ૮; જૂનાં કર્મોથી છૂટવાના ઉપાયે ૯૬ જગત (ચૌદરાજ)ને વિસ્તાર, આકાર વગેરે ૧૦; એમાંથી છૂટવા માટે શ્રી જિનેશ્વરે કહેલા ધર્મની ઉત્તમતા ૧૧; અને એ ધર્મની પ્રાપ્તિની દુર્લભતા. ૧૨ એમ બાર ભાવનાઓને વારંવાર ભાવવાથી જીવન અજ્ઞાન, રાગ, દ્વેષ, મેહ વગેરે દેશે મંદ પડે છે, સંસારથી વૈરાગ્ય પ્રગટે છે, ધર્મપ્રાપ્તિ માટેની ગ્યતા પ્રગટે છે અને પરિણામે સર્વ દુઃખોમાંથી છૂટી શાશ્વત સુખનો. ભોગી બને છે.
૧. અનિત્યપણું-ઈષ્ટ મનુષ્યોને મેળાપ, ઋદ્ધિ, વિષયસુખની સામગ્રી, સંપત્તિ વગેરે બાહ્ય સગો તથા આરોગ્ય, શરીર, યૌવન અને છેવટે આયુષ્ય (જીવન) પણ નાશ પામનારું છે, માટે તેમાં મમત્વ નહિ કરવું.
૨. અશરણુપર્ણજન્મ, જરા અને મરણ વગેરે ભથી અને વિવિધ વ્યાધિઓથી ભરેલા જગતમાં (એ. આપત્તિઓથી રિબાતા) જીવને બીજે ક્યાંય શરણ મળે તેમ નથી; અનાથ, દીન અને લાચારપણે ભવોભવ ભટકતા જીવને માત્ર એક શ્રી જિનવચન જ સાચું શરણ છે.