________________
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો સાથે ત્રીજી કાયપ્તિ–
उपसर्गप्रसङ्गेऽपि, कायोत्सर्गजुषो मुनेः । स्थिरीभावः शरीरस्य, कायगुप्तिर्निगद्यते ॥३॥ शयनासननिक्षेपादानचंक्रमणेषु यः । स्थानेषु चेष्टानियमः, कायगुप्तिस्तु साऽपरा ॥४॥
અર્થ-દેવ, મનુષ્ય કે તિર્યચના કરેલા ઉપદ્રવ તથા સુધા વગેરે પરીષહોના પ્રસંગે અને તેવા પ્રસંગ વિના પણ શરીર પ્રત્યે નિરપેક્ષ ભાવરૂપ કાર્યોત્સર્ગને ભજનારા એવા સાધુના શરીરની નિશ્ચલતા અથવા કાયાગના નિધરૂપ શારીરિક ચેષ્ટાને ત્યાગ, તેને કાયપ્તિ કહે છે.
વળી સૂવું-બેસવું, લેવું-મૂકવું, ચાલવું કે ઊભા રહેવું વગેરે કઈ પણ કાયિક પ્રવૃત્તિ કરતાં સ્વછંદ ચેષ્ટાને ત્યાગ કરે (જયણાથી વર્તવું) તે બીજી કાયગુપ્તિ છે.
અનાદિ મહાચ્છાદિત જીવને ભૌતિક (જડ) વાસનાઓને સફળ કરવાનું સાધન મન, વચન અને કાયાને યોગો છે. તેને જિનવચનના બળે વશ કર્યા વિના, વાસનાઓને વેગ રોકી શકાય તેમ નથી અને એ રોકાણ વિના નવા કર્મોના બંધથી બચવું શક્ય નથી. માટે વાસનાના બળને પોષનારા યેનું વશીકરણ કરવા માટે ગુપ્તિઓનું પાલન આવશ્યક છે. એનાથી નિષ્ફળ બનેલી વાસનાઓ ધીમે ધીમે મંદ પડતાં આત્માના જ્ઞાનાદિ વેગેનું બળ વધે છે અને પરિણામે વાસનાઓને ક્ષય થતાં સંયમ વિશુદ્ધ બની આત્માને વિશુદ્ધ બનાવે છે. ગુપ્તિનું પાલન રાત્રિ કે દિવસ કોઈ પણ સમયે કરવાનું છે અને સમિતિઓનું પાલન તે તે મન, વચન અને કયાથી ચાલવું, બેલવું વગેરે પ્રવૃત્તિઓ કરતાં કરવાનું છે.