________________
૨૨
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથ ૨૦. પ્રા(બુદ્ધિ)-બીજા બુદ્ધિમાનની વિશિષ્ટ બુદ્ધિને જોઈને અને પિતાની તેવી બુદ્ધિ નથી એમ સમજતો મુનિ વિષાદ ન કરે તથા બુદ્ધિને પિતામાં ઉત્કર્ષ હોય તે મદ પણ ન કરે.
૨૧. અજ્ઞાન-હું જ્ઞાન-ચારિત્રયુક્ત છતાં છદ્મસ્થ છું, એમ સમજતે મુનિ જ્ઞાનની પ્રાપ્તિ કમશઃ અભ્યાસ કરતાં થાય છે એમ માની અજ્ઞાનને સહન કરે, કિન્તુ અકમથી જ્ઞાન મેળવવા ન ઇચછે અને અજ્ઞાનનું દુઃખ પણ ન ધરે.
૨૨. સમ્યક્ત્વ-સમ્યક્ત્વવંત મુનિ શ્રી જિનેશ્વરે તેમજ તેઓએ કહેલા જીવ, ધર્મ, અધમ, પરલોક વગેરે પદાર્થો પ્રત્યક્ષ નહિ છતાં તે મિથ્યા નથી, એમ સમજે.
એ પ્રમાણે મન, વચન, કાયાને વશ કરનારે મુનિ સ્વપ્રેરિત કે પરપ્રેરિત શારીરિક અને માનસિક પરીષહને નિર્ભયપણે સહન કરે.
આ પરીષહ જ્ઞાનાવરણીય, વેદનીય, મોહનીય અને અંતરાય કર્મોના ઉદયથી સંભવે છે. તેમાં સુધા, તૃષા, શીત, ઉષ્ણ, દશમશક, ચર્યા, શય્યા, વધ, રંગ, તૃણસ્પર્શ અને મલ-એ ૧૧ વેદનયના ઉદયથી પ્રજ્ઞા અને અજ્ઞાન બે જ્ઞાનાવરણીયના ઉદયથી અલાભ પરીષહ અંતરાયે કર્મના ઉદયથી સમ્યક્ત્વ દર્શનમોહનીયના ઉદયથી અને અલક, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આકાશ, યાચના, સત્કાર-એ સાત ચારિત્રમેહનીયના ઉદયથી હોય છે.