________________
૨૭૪
શ્રી શમણક્રિયાનાં સૂત્ર સાથે માટે વિનંતિ કરવી તે છંદના. ( ૯ નિમંત્રણુ-આહાર લાવતાં પહેલાં જ બીજા સાધુઓને “હું આપને માટે જરૂરી આહારાદિ લાવું” એમ નિમંત્રણ કરવું તે નિમંત્રણ.
૧૦. ઉપસંપદા-જ્ઞાનાદિની વિશિષ્ટ આરાધના માટે અન્ય આચાર્યની (ગચ્છની) નિશ્રામાં પિતાના આચાર્યની અનુજ્ઞા પૂર્વક રહેવું તે. જ્ઞાન એટલે સૂત્ર, અર્થ આદિ ભણવા માટે, દર્શન એટલે દર્શનપ્રભાવક “સન્મતિત” વગેરે ગ્રન્થના અધ્યયન માટે ચારિત્ર એટલે તપશ્ચર્યા, વિનય, વૈિયાવચ વગેરે કરવા માટે—એમ તેના અનેક ભેદે અને વિધિ શાસ્ત્રોમાં કહે છે. તેમાં પણ ઉપસંપદા તેનાથી લઈ શકાય કે જેને ગુરુની અનુજ્ઞા મળી હોય, પોતાની ગેરહાજરીમાં સ્વગરછમાં ગુર્વાદિની સેવા કરનાર કે ગરછની
જવાબદારી ઉપાડનારા અન્ય સાધુઓ ગુરુની પાસે હોય અને પિતાની વિશિષ્ટ શક્તિઓને વિકાસ કરવા માટે સ્વચ્છમાં તેવી સહાય મળે તેમ ન હોય ઈત્યાદિ વિવેક સમજ.
ચિત્ર માસમાં કાર્યોત્સર્ગ કરવાને વિધિ
ચિત્ર સુદિ ૧૧, ૧૨, ૧૩ અથવા સુદિ ૧૨, ૧૩, ૧૪ અને ભૂલી જવાય તે છેલ્લે સુદિ ૧૩, ૧૪,૧૫–એમ ત્રણ દિવસોએ દરરોજ સાંજે પ્રતિક્રમણ કર્યા પછી ઈરિ પ્રતિક્રમણ કરી ખમા દઈ “ઈચ્છા સંદિ. ભગ અચિત્તરજ એહડાવણથં કાઉસ્સગ કરું? ઈરછ, અચિત્તરજ ઓહ.