________________
અષ્ટ પ્રવચનમાતાઓ
૨૭૯
ગુપ્તિઓ તે તે મન, વચન અને કાયાની સદેવ શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિરૂપ છે; અને સમિતિઓ, જીવનના (સંયમના) આહાર, નિહાર, વિહારાદિ વ્યાપાર કે જ્ઞાનાદિ ગુણોના વિકાસાથે વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, કાત્સર્ગ, ધ્યાન ઇત્યાદિ વ્યાપાર કરતાં સમ્યમ્ જયણા (યતના) પાળવારૂપ છે–એમ બેમાં ભિન્નતા છે. સમિતિ તે તે પ્રકારની પ્રવૃત્તિ વખતે પાળવાની હોવાથી “સપ્રવિચાર ' છે અને ગુપ્તિએ જીવનભર (અગર ગૃહસ્થને સામાયિકપૌષધ પર્યન્ત) પાલન કરવાની હોવાથી તે અશુભથી નિવૃત્તિરૂપ
અપ્રવિચાર” અને શુભમાં પ્રવૃત્તિરૂપ “સપ્રવિચાર” એમ ઉભયાત્મક છે, એથી જ કહ્યું છે કે “જે સમિતિવાળા છે તે નિયમા ગુપ્તિવાળા હોય છે, પણ ગુપ્તિવાળા સમિતિયુક્ત હોય અથવા ન પણ હોય.” જેમ કે, કુશળ વચનને બેલતો ભાષાસમિત અને વચનગુપ્ત છે, કિન્તુ મની હોય ત્યારે માત્ર વચનગુપ્ત છે, ભાષાસમિત નથી.” ઇત્યાદિ સ્વયં સમજી લેવું.
સંયમના તે તે સર્વ વ્યાપારમાં આ આઠ પ્રવચનમાતાના પાલનથી સંયમની રક્ષા, શુદ્ધિ તથા વૃદ્ધિ થાય છે. એ સર્વ વ્યાપારને પાંચ ભાગમાં વહેંચી તેની શુદ્ધિ જાળવવા માટે પાંચ સમિતિ (સમ્યગ પ્રવૃત્તિ)નું વિધાન કર્યું છે, તેમાં– 1. ઈસામતિ
लोकातिवाहिते मार्गे, चुम्बिते भास्वदंशुभिः । जन्तुरक्षार्थमालोक्य, गतिरीर्या मता सताम् ॥१॥
અર્થ–ઘણા લોકેના ગમનાગમનથી વટાયેલા અને સૂર્યનાં કિરણોથી પર્શિત થયેલા રસ્તે, જીવરક્ષા માટે, દષ્ટિથી ચાર હાથ આગળ નીચે ભૂમિને જોતાં જોતાં ચાલવું તેને જ્ઞાનીઓ ઈર્યાસમિતિ કહે છે.