________________
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથ
એથી એ નકકી થયું કે, વટાયેલા માર્ગને છોડીને અન્ય માર્ગે રાત્રે કે નીચે જોયા વિના સાધુએ ચાલવું જોઈએ નહિ કારણ કે, લેકેથી નહિ વટાયેલા માર્ગે ચાલતાં સર્પ, વિંછી આદિને ભય રહે અને લેકેમાં ચેર, અસદાચાર વગેરેની શંકા જન્મે, રાત્રે કે દિવસે પણ અંધારાવાળા માર્ગે ચાલવાથી જીવો દેખી ન શકાય અને ભૂમિ પણ સચિત્ત હેવાને સંભવ રહે, તથા દિવસે વટાયેલા માર્ગે ચાલવા છતાં, નીચે જોયા વિના ચાલવાથી, કીડી આદિ જેની વિરાધના થાય; ઉપરાંત આજુબાજુ જેવાથી તે તે પદાર્થોમાં ખેંચાયેલું ચિત્ત સંયમમાં ચંચળ બને. ધૂંસરી પ્રમાણ ચાર હાથથી વધારે દૂર જતાં સ્પષ્ટ જોઈ શકાય નહિ અને નજીકમાં જતાં પડી જવાને સંભવ રહે ઇત્યાદિ અનેક હેતુઓ સ્વયં વિચારવા. ૨. ભાષાસમિતિ–
अवद्यत्यागतः सर्वजनीनं मितभाषणम् । प्रिया वाचंयमानां सा, भाषासमितिरुच्यते ॥२॥
અર્થ–પાપવચનનો ત્યાગ કરવાપૂર્વક સર્વ જીવોને હિતકારી, પ્રમાણપત બલવું તે મુનિવરોને પ્રિય (જિનાજ્ઞાને અનુસરતી) એવી ભાષાસમિતિ કહેવાય છે.
એથી એ નકકી થયું કે, સાવદ્ય આદેશ–ઉપદેશરૂપ, કેઈનું પણ અહિત થાય તેવું, વિના પ્રજને ઘણું કે શાસ્ત્રાજ્ઞા વિરુદ્ધ વચન સાધુએ બોલવું જોઈએ નહિ. ઉપલક્ષણથી અપ્રિય, અહિતકારક અને અસત્ય બોલવું જોઈએ નહિ. કારણ કે, પાપવચનથી પાપવ્યવહાર ચાલે, એકનું હિત કરતાં બીજાઓનું અહિત થાય, તે પણ હિતકર ન ગણાય અને ઘણું બોલવામાં અસત્ય, અહિતકર વગેરે બેલાઈ જવાને છદ્મસ્થને સંભવ છે. જે બેલવાથી સાંભળનારને પાપની