________________
૨૬૮
શ્રી શ્રમણકિયાનાં સૂત્રો-સાથ ભાવાર્થ-ચાર પ્રકારના પિંડની (આહાર, વસ્ત્ર, પાત્ર અને વસતિની) વિશુદ્ધિ તે ચાર પાંચ સમિતિનું પાલન તે પાંચ; બાર ભાવનાઓ ભાવવી તે બાર; ભિક્ષુની આર પડિમાનું પાલન તે બાર; પાંચ ઈન્દ્રિયના વિકારને નિષેધ તે પાંચ વસ્ત્રાદિની પચીસ પ્રતિલેખનારૂપ પચીશ; ત્રણ ગુપ્તિના પાલનરૂ૫ ત્રણ અને દ્રવ્યાદિ ચાર પ્રકારના અભિગ્રહ ધારવા તે ચાર—એમ કરણ અને મૂળ ગુણોની સાધનામાં સાધનરૂપ (૪+૫+૧૨+૧૨+૫+રપ+૩+૪=૭૦) આ સિત્તર ગુણેને કરણસિત્તરી કહી છે. તેનું ક્રમશઃ સ્વરૂપ આ પ્રમાણે છે.
ચારપિંડવિશુદ્ધિ, પાંચસમિતિ અને ત્રણ ગુતિનું વર્ણન આ ગ્રન્થમાં આપેલા અષ્ટ પ્રવચનમાતાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે સમજવું.
બાર ભાવનાઓ તથા બાર પડિમાઓનું સ્વરૂપ પણ જુદું કહ્યું છે તે પ્રમાણે જાણવું. .
ઈન્દ્રિયનિરાધ-સ્પર્શના, રસના, ઘાણ, ચહ્યું અને શોત્ર-એ પાંચ ઇન્દ્રિયના અનુક્રમે આઠ સ્પર્શ, પાંચ રસ, બે ગંધ, પાંચ રૂ૫ અને સચિત્ત, અચિત્ત તથા મિશ્ર એમ ત્રણ પ્રકારના શબ્દો મળી ૨૩ વિષયે છે. તેમાંના ઈષ્ટ વિષય પ્રત્યે રાગપરિણતિને અને અનિષ્ટ પ્રત્યે દ્વેષપરિણતિને ત્યાગ તે પાંચ પ્રકારને ઈન્દ્રિયનિષેધ કહ્યો છે.
ઈન્દ્રિયોને ધર્મ તે તે વિષયના તે તે સ્વરૂપનું