________________
૨૩૬
શ્રી શ્રમણક્રિયાનાં સૂત્રો-સાથે સ્થિર કરેલું હોય અને વહરાવનાર ચતુર હોય; તે જે એમાં રહેલા રસને વાડકી વગેરેથી અધ્ધરથી લઈને આપે, વાસણના કાંઠે કે બુધે સ્પર્શ ન થવા દે, તે તેવું વહોરવું, કારણે, કપે. જે વાસણને સંઘર્ષ થાય તે સૂક્ષ્મ પણ ચલન થવાથી તેની નીચે લાગેલું કાજળ નીચે અગ્નિમાં પડતાં અગ્નિકાયની વિરાધના થાય. વહેરાવતાં બિંદુ માત્ર પણ અગ્નિમાં પડે તે પણ અગ્નિકાયની વિરાધના થાય, ઈત્યાદિ બુદ્ધિથી વિચારી, વિરાધના ન થાય તે રીતે વહોરાવનાર હોય તે પણ અનિવાર્ય કારણે વહોરવું કલ્પ. એ ઉપલક્ષણથી બીજા પ્રસંગને પણ સ્વયં સદેષ-નિર્દોષપણાને ખ્યાલ કરે. શ્રી જિનેશ્વરની આજ્ઞા છે કે સર્વત્ર નિષ્કપટભાવે વ્યવહાર કરે. બાહ્ય શુદ્ધિને જણાવવા કપટ કરનાર આત્મા પોતે ઠગાય છે, મહાવિરાધક બને છે.
૪. પિહિતદેવાની વસ્તુ અનાદિ સચિત્ત ફળ વગેરેથી ઢાંકેલી હોય અર્થાત્ ઉપર પૃથ્વીકાયાદિ સચિત્ત મૂકેલું હોય, તે પિહિત કહેવાય. તેને પણ અનંતરપિહિત અને પરંપરપિહિત એમ બે ભેદે છે, તેમાં પરંપરપિહિત હેય તે, કારણે, જયણાપૂર્વક લેવું ક૯પે.
પ. સંત-દાનમાં નહિ દેવા ગ્ય વસ્તુ પૃથ્વીકાયાદિ સચિત્ત ઉપર નાખીને કે કોઈ અચિત્ત ભાજન વગેરેમાં નાખીને તે ખાલી થયેલા ભાજનથી, કષ્ય-નિર્દોષ આહારાદિ વહોરાવે તે સંહૃતદેષ જાણવે. એમાં પણ ૧. સચિત્ત સચિત્તમાં, ૨. સચિત્ત અચિત્તમાં ૩. અચિત્ત