________________
ગોચરીના દોષો
૨૩૫
હાથ અને વહોરાવવાનું કડછી, ચમચો, વાટકી વગેરે પાત્ર પહેલાં ગૃહસ્થ સ્વપ્રયોજને ખરડ્યાં હોય, તેનાથી વહોરી શકાય. એમ ન કરવાથી પુરકમ કે પશ્ચાતકર્મ દેષ લાગે. વહોરાવતાં પહેલાં સાધુને નિમિત્તે હાથ વગેરે જોવા તે પુરકર્મ અને પાશળથી ધોવા તે પશ્ચાતુકર્મ. એ રીતે સાધુને નિમિત્તે તેને વહોરાવતાં પહેલાં કે પછી ગૃહસ્થને હાથ, પાત્ર વગેરે જોવું ન પડે તે રીતે વહોરવું. માટે જે પાત્રમાં આહારાદિ હોય તે સંપૂર્ણ નહિ લેતાં સાવશેષ લેવું; જે સંપૂર્ણ લે તે તે ખાલી થયેલું પાત્ર ગૃહસ્થ છે. તેમાં સાધુ નિમિત્ત બનવાથી તેને આરંભ સાધુને લાગે વગેરે ગીતાર્થ ગુરુ દ્વારા વિશેષ આમ્નાય સમજ.
૩. નિક્ષિપ્ત-અચિત્ત પણ આહારાદિ જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ કે ત્રસ જીવો ઉપર મૂકેલું હોય, તે તે નિક્ષિપ્ત સમજવું. આમાં પણ અનન્તર આંતરા વિના) અને પરંપર (આંતરે) મૂ કેલું એવા ભેદ સંભવે છે, તે છ કાચને અંગે સ્વયં વિચારવા. તેમાં આંતરે મૂકેલું હોય તે સચિત્તને સંઘટ્ટ ન થાય તેમ જણાથી લઈ શકાય તેમ હોય તો અપવાદે ક૯પે. અગ્નિકાય ઉપર આંતરે મૂકેલું હોય તો. આ રીતે જયણા સાચવવી : જેમ કે કેઈએ શેરડીનો રસ ઉકાળવા મૂકડ્યો હોય, અતિ ઉષ્ણ ન હોય, તેની નીચે અગ્નિ ભાજનને સ્પર્શ કરતો ન હોય, ભાજન ઉપરથી પહેલા મુખવાળું (કડાઈ જેવું) હોય, તેને ચૂલા ઉપર, કંદોઈની ચૂલીની પિડે, ચારે બાજુ માટીથી છાંદીને