________________
ગોચરીના દોષો
૨૪૧ તેમ હોય તે લેવું કલ્પ. અથવા “ખાનારી” એવો અર્થ કરતાં જે તેણે એંઠું ન કર્યું હોય અને શુદ્ધ હાથથી શુદ્ધ આહારાદિ વહોરાવી શકે તેમ હોય તે લેવું કલ્પ, અન્યથા ન કલ્પ.
૧૯કાંતતી-રૂ કાંતનારી જે જાડું કાંતતી હોય તે તેના હાથે લેવું કપે, કિન્તુ સૂક્ષ્મ તાર કાંતતી હોય તે, આંગળીએ ચૂંક લગાડેલું હોય ઇત્યાદિ દેના કારણે, લેવું ન કલ્પે.
૨૦. પીંજતી-રૂ પી જનારી પણ હાથ વગેરે ધાયા વિના આપે તો લેવું ક૯પે, પણ શૌચાદિની હોય અને હાથ વગેરે ધોઈને આપે તે ન કલ્પ.
એ પ્રમાણે દાયકને અંગે ઉત્સર્ગ-અપવાદ સામાન્યથી જાણ; વિશેષ તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રીને ગીતાર્થ જેમ સ્વ-પરને લાભ થાય તેમ વર્તે, એમ સર્વ વિષયમાં સમજવું.
૭. ઊંમિશ્ર–દાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણિયા વગેરેથી મિશ્રિત હોય તે ઉમિશ્ર કહેવાય, તે લેવું ન કલ્પે.
૮. અપરિણત-પૂર્ણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક અચિત્ત, કંઈક સચિત્ત હોય, તે અપરિણત જાણવું. તેના દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદે છે. તેને દરેકના પ્રણ ૧૬