________________
ગોચરીના દોષ
૨૪૯
(અસમાધિ) થવાથી-એમ છે કારણોએ સાધુને આહાર લેવાનું કહ્યું છે. એ કારણે વિના આહાર લેવાથી કારણભાવ નામને દોષ લાગે છે.
ઉપર કહેલા ૪ર દેષથી વિશુદ્ધ આહાર પણ વાપરતાં ગ્રાસેષણના આ પાંચ દે અવશ્ય ટાળવા, નહિ તે નિર્દોષ આહાર પણ વાપરવા છતાં ચારિત્ર મલિન થાય છે, ઈત્યાદિ આહારના વિષયમાં અનેક સૂક્ષ્મ વિચારણા કરવી.
ગોચરી આલોચવાને વિધિ શાસ્ત્રદર્શિત વિધિપૂર્વક આહાર, પાણી આદિ સંયમિપકારક વસ્તુ લઈને ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં “નિશીહિ નિશીહિ નિસાહિ નમે ખમાસમણુણું બોલવું. ગુરુ પાસે આવી “મ0એણ વંદામિ’ કહી પગ ભૂમિને પ્રમાઈને, ગુરુ સન્મુખ ઊભા રહી, ડાબા પગના અંગૂઠા. ઉપર દાંડે રાખી, જમણા હાથમાં મુખવસ્ત્રિકા પકડી ઊભા ઊભા ખમા દઈ ઈરિયાવહિ પડિકીમવા. કાઉસ્સગ્નમાં લોગસ્સ ઉપરાંત જે કમથી આહારાદિ લીધું હોય તે કમપૂર્વક લેતાં જે દોષ વગેરે લાગ્યા હોય તે વિચારીને યાદ કરવા. પછી કાર્યોત્સર્ગ પારીને લોગસ્સ કહી, યાદ રાખેલા અતિચારે વગેરે કમશઃ ગુરુને જણાવવા પછી “પડિકમામિ ગરિચરિઆએ” વગેરે “તસ્સ મિચ્છા મિ દુક્કડે સુધી કહી તસ્ય ઉત્તર અન્નત્ય કહી કાઉસ્સગ્ન કરે. તેમાં નીચેની ગાથા ચિંતવીને તે પ્રમાણે ભાવના ભાવવી–