________________
ચરણસિત્તરીમાં ૧૨ તપ
૨૬૫
છેલ્લાં બે શુભ (ઉપાદેય) છે. અહીં તપમાં છેલ્લાં બે ધ્યાનો સમજવાનાં છે. (પરમાર્થ દષ્ટિએ જૈન શાસનમાં બતાવેલા કર્મશાસનને માન્ય રાખી તેના અબાધિત નિયમોને વશ થવાથી જ જીવ કમમુક્ત થાય છે, માટે જ કર્મશાસનને વશ બની જીવો પિતાના જીવનને ધર્મમય બનાવે એ નીતિ રાજ્યશાસનની અને તેનાથી પણ પ્રથમ દરજજાના લકશાસનની છે. લોકશાસન ઉપર રાજ્યશાસનની અને એના ઉપર કર્મશાસનની સત્તા છે. એ ત્રણેનું કર્તવ્ય જીવને તેની શક્તિને અનુસાર અહિંસા, સત્ય વગેરેનું પાલન કરાવવા રૂપ ધર્મશાસનને વફાદાર બનાવવાનું છે. જે જીવ એમ કરે છે, તે હંમેશને માટે ત્રણે શાસનમાંથી મુક્ત થઈ શાશ્વત સુખનો ભગી બને છે. આમ છતાં મહાધીન અજ્ઞ જીવ જ્યારે, કર્મસત્તાથી ઉપરવટ થઈ, સુખી થવા માટે વિચાર કરે છે, ત્યારે તેને આર્તધ્યાન કહેવાય છે. આધ્યાનના ચારે પ્રકારનું લક્ષણ ઉદિત કર્મોની ઉપરવટ થઈ સુખી બનવાને વિચાર કરવો તે છે, અને રૌદ્રધ્યાનનું લક્ષણ આર્તધ્યાનરૂપ કર્મની ઉપરવટ થઈ સુખી થવા માટે કરેલા વિચારોને અનુસારે હિંસાદિ પાપ કરવાનું ધ્યાન કરવું તે છે. માટે તે બે ધ્યાન નવાં કર્મોનાં બંધનો વધારી જીવને સંસારમાં ભમાવે છે. એનાથી બચવા માટે ધર્મધ્યાન અને ગુફલધ્યાન એ બે ધ્યાનો છે.) તેમાં કર્મના નિયમેને પ્રસન્નપણે અનુસરવું, અસમાધિથી બચવું અને એવું જીવન બને તેવા ઉપાયે કરવા તે ધર્મધ્યાન છે; અને એના ફળરૂપે