________________
ગોચરીના દોષે
૨૨૫
ઉદ્દેશથી ભેગું તૈયાર કરેલું. તેના યાવદર્શિકમિશ્ર, પાખંડી મિશ્ર અને (જૈન) સાધુમિશ્ર એમ ત્રણ ભેદો કહ્યા છે. શ્રમણોને પાખંડીઓની ભેગા ગણવાથી “શ્રમણમિશ્ર” ભેદ જુદે નથી કહ્યો.
૫. સ્થાપના-સાધુને નિમિત્તે કેટલોક વખત મૂકી રાખવું તે, અથવા “સાધુઓને આપવાનું છે” એવી બુદ્ધિથી આપવાની વસ્તુ કેટલોક (અમુક) કાળ વ્યવસ્થિત રાખવી તે સ્થાપના. આ સ્થાપનાના સ્વસ્થાન અને પરસ્થાન એમ બે ભેદે છે, જેમ કે જનનું સ્વાસ્થાન ચૂલો, રસોડું વગેરે અને પરસ્થાન શકું, કબાટ, કઠલે, હાટિયું વગેરે. એ બેનો પણ અનન્તર અને પરંપર એમ બે બે ભેદે છે. તેમાં જે વસ્તુ નથી, ગળ વગેરે) લાંબા કાળ તેવી અવસ્થામાં જ રહી શકે, તેવી વસ્તુની સ્થાપના અનન્તર કહેવાય અને દૂધ વગેરે જેનું સ્વરૂપ-પર્યાય બદલાઈ જાય તેની સ્થાપના પરમ્પર કહેવાય. દૂધની પણ તે જ દિવસે પૂરતી અનન્તર અને તે પછી પરંપર જાણવી. સાધુ વહોરતા હોય તે પછીનાં પંક્તિ રહિત ત્રણ ઘર પછીનાં ઘરમાં વહોરાવવા માટે કોઈ પહેલાંથી વસ્તુ હાથમાં લે કે ભાજનમાં કાઢી રાખે તે પણ સ્થાપના જાણવી.
૬. પ્રાભૂતિકા-વર્તમાનમાં સાધુ નજીક હોવાથી સાધુને દાન દેવાનો લાભ મળશે એમ સમજી લગ્નાદિ પ્રસંગ, વિલંબે આવવાને હેય તેપણું, વહેલો રાખવો, અને વહેલો હોય તેને, ભવિષ્યમાં સાધુ આવનાર છે એમ સમજી તેઓને દાન દેવાના ઉદ્દેશથી, વિલંબે રાખવે, તેને
૧૫.