________________
ગોચરીના દોષો
૨૨૭ બે ભેદે છે. ગૃહસ્થ ઉધાર-ઉછીનું લાવી સાધુને આપે તે લૌકિક. અને એકબીજા સાધુ પરસ્પર કઈ વસ્તુ, તેવી બીજી વસ્તુ પાછી આપવાની શરતે, લે-આપે તે લેકોત્તર.
૧૦ પરાવતિત-પતાનું બગડી ગયેલું ઘી વગેરે આપીને તેના બદલે સારું ઘી વગેરે લઈને આપવું તે પરાવર્તિત. એના પણ પ્રામિત્યકની પેઠે લૌકિક અને લોકોત્તર એમ બે ભેદ જાણવા.
૧૧. અભ્યાહૂત-પોતાના ઘેરથી ઉપાશ્રયે કે પિતાના ગામથી અન્ય ગામમાં, જ્યાં સાધુ હોય ત્યાં, વહોરાવવા સામે લઈ જવું તે અભ્યાહૂત. તેના બીજાએ જાણે તેમ પ્રગટ અને ગુપ્ત એમ બે પ્રકારો છે. તેમાં પણ “આચીણુ, અનાચીણું વગેરે બહુ ભેદ છે. આથી તેને કહ્યું છે કે જે ક્ષેત્રથી સો ડગલાં અંદરથી અથવા ઉપાશ્રયથી કે સાધુ વહોરતા હોય તે ગણતાં ત્રણ ઘરોમાંથી લાવેલું હોય. ઇરિક સ્થાપનામાં કાળની અને અભ્યાહૂતમાં ક્ષેત્રની વિવેક્ષા છે માટે બનેમાં ભેદ છે.
૧૨. ઉભિન્ન-ઉઘાડીને અથવા ઉખેડીને આપવું તે; જેમ કે આપવાની ઘી-ગોળ વગેરે વસ્તુ કૂડલા કે માટલા વગેરેમાં ભરી ઉપર માટી વગેરેનું સીલ કર્યું હોય, તે ઉખેડીને અથવા કબાટ વગેરેમાંથી તાળું ઉઘાડીને કે પિટલી વગેરેની ગાંઠ વગેરે છોડીને આપવું તે.
૧૩. માલાપહત-માળ એટલે શીકા વગેરેમાં ઊંચે મૂકેલું સાધુ માટે લાવે તે માલાપહતા. તેના ઊર્વ, અધો,