________________
ગોચરીના દોષ
૨૨૯
૧૧. અધ્યપૂરક-પિતાને માટે પકાવવા આપ્યા પછી સાધુ વગેરે આવ્યા છે એમ જાણી તેમને દાન દેવાની બુદ્ધિએ તેમાં વધારે કરે તે અધ્યવપૂરક. તેના પણ મિશ્રજાતની જેમ ૧. યાવદર્થિક, ૨. પાખંડી અને ૩. સાધુ –એમ ત્રણના નિમિત્તે તે તે નામે ત્રણ ભેદ કહ્યા છે.
- અવિશેષિકેટિ એ સેળ દેશે પૈકીના ૧. આધાકર્મ, ૪. ઓશિકના ૧૩ ભેદ પૈકી કૌશિકના છેલ્લા સમુદેશ, આદેશ અને સમાદેશ એ ત્રણ ભેદે; ૮. મિશ્રજાત અને અધ્યવપૂરકના અંતિમ બે બે-પાખંડી અને સાધુવિષયક-ભેદે, ૯. આહારપૂતિકર્મ, ૧૦. બાદર પ્રાભૂતિકા-એ દશ ભેદે અવિશે ધિકોટિ કહેવાય છે; અર્થાત્ એ દોથી દૂષિત અન્નાદિ બીજા શુદ્ધ આહારાદિમાંથી કાઢી લેવા છતાં શેષ શુદ્ધ આહારાદિ શુદ્ધ થાય નહિ. આ દસ દેશેવાળ સૂકે દાણ કે છાશ વગેરે લેપકૃતનો કે વાલ વગેરે અલેપકૃતનો અંશ પણ ભળ્યો હોય તે પણ તે કાઢી નાખીને પાત્રને ત્રણ વાર ધોયા વિના તેમાં શુદ્ધ આહાર લેવામાં આવે તો તે શુદ્ધ ગણાતું નથી. એ સિવાયના બાકીના દેથી દૂષિત આહાર કાઢી નાખ્યા પછી શુદ્ધ આહાર શુદ્ધ ગણાય છે, માટે તે વિશે ધિકેટિ કહેવાય છે. છતાં વિશેાધિકટીનો અંશ ત્યજીને બાકીને આહાર ત્યારે વપરાય છે જે નિર્વાહ થાય તેમ ન હોય. ઘી વગેરે દુર્લભ દ્રવ્ય તે અશુદ્ધ હોય તેટલાં જ તજવાં, સર્વ નહિ-ઈત્યાદિ વિવેક સમજવો.