________________
૧૮૮
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથ (એગ્ય-જીવસંસક્ત સ્થાને) પરઠવવાથી કે સ્થડિલે (ગ્ય ભૂમિમાં) પણ ચક્ષુથી જોયા-પ્રમાર્યા વિના પરઠવવાથી અતિચાર. સમિતિ-પાંચ સમિતિઓનું પાલન નહિ કરવાથી કે અવિધિ કરવાથી અતિચાર. એ પ્રમાણે ભાવના અને ગુપ્તિ બાર કે ચાર ભાવનાઓનું અને ત્રણ ગુપ્તિઓનું પણ પાલન નહિ કરવાથી અથવા અવિધિ કરવાથી. એમ તે તે વિષયમાં અનુચિત વર્તન કરવાથી કે યથાયોગ્ય નહિ કરવાથી લાગેલા અતિચારેનું ચિંતન કરી યાદ રાખી આલોચના કરવી. (એમાં જે સાધુ-સાધ્વીને આહારાદિ માટે બહાર ભ્રમણ કરવાનું હોય, તેણે એક વાર અને આચાર્ય બે વાર આ ચિંતન કરવું, કારણ કે આચાર્યને અલ્પ પ્રવૃત્તિ હોવાથી ચિંતવવાનું થોડું હોય, માટે બને સરખે ટાઈમ કાર્યોત્સર્ગમાં રહી શકે એટલે વિશેષ સમજવો). પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં છીંકને કાયોત્સર્ગ-વિધિ
પાક્ષિકાદિ ત્રણ પ્રતિકમણમાં અતિચાર અગાઉ છીંક
છીંક વાયુના વિકારથી થતે શબ્દ છે, તે પણ તેનું ઉત્થાન એવા સ્થાનેથી છે કે તે અમંગળમાં નિમિત્ત (સૂચક) બને છે. જોકે શારીરિક શબ્દ માત્ર વાયુના ભિન્ન ભિન્ન દેલનરૂપ છે, તે પણ તેનું શુભાશુભપણું છે જ અને તેથી સાંભળનારને તે શુભાશુભ ફળ પણ આપે છે. જગતમાં આ તત્વ અનુભવસિદ્ધ છે. માટે તેના પરિ ‘ણામરૂપ અમંગળને ટાળવા આ કાર્યોત્સર્ગ છે. કાર્યોત્સર્ગ તપ અને પ્રાયશ્ચિત્તરૂપે મંગળ છે. તેમાં થતું શ્રી જિનેશ્વરાદિનું ધ્યાન આત્માનાં અત્યંતર અશુભ નિમિત્તને ટાળે છે અને સ્મરણ કરાયેલા શાસન