________________
૧૦ર
શ્રી શ્રમણક્યાનાં સૂત્રો-સાથે લઘુનીતિ-૪. અણઘાડે મઝે પાસવણે અહિયાસે. વડીનીતિ-પ. અણઘાડે રે ઉચ્ચારે પાસવણે અહિયાસે. લઘુનીતિ-૬. અણઘાડે રે પાસવર્ણ અહિયાસે.
કાળગ્રહણની ત્રણ ભૂમિઓ કાલગ્રહણ માટે ગવાહી સાધુને પડિલેહવાની હોય છે, તેને નેતરાં દેવાને વિધિ કહેવાય છે. •
એમાં “આઘાડે'—ખાસ વિશિષ્ટ કારણે એટલે મકાનની બહાર જવાય તેમ ન હોય ત્યારે વડીનીતિ લઘુનીતિ માટે બે ભૂમિઓ. મકાનમાં સંથારાની પાસે અને બીજી બારણુ પાસે અંદર રખાય છે. તેમાં અણહિસાયે–વધુ પડતી હાજતને કારણે વિલંબ કરી શકાય નહિ, ત્યારે સંથારા પાસેની અને અહિયાસે” સહન થઈ શકે તેવી હાજતમાં બારણા પાસેની ભૂમિને ઉપયોગ કરવા માટે તે વિધિ છે. અણઘાડે–આગાઢ કારણના અભાવે અર્થાત બહાર નીકળી શકાય તેમ હોય ત્યારે બહારની ભૂમિઓ પૈકી અણહિયાસેના પ્રસંગે બારણાની પાસે બહાર અને અહિયાસે એટલે હાજત સહન થાય તેમ હોય ત્યારે સો ડગલાની અંદરની ચોથી (છેલ્લી) ભૂમિમાં પરઠવવાનું વિધાન કરાય છે. ઉચ્ચારે પાસવર્ણ વડીનીતિ લઘુનીતિ બે અને પાસવર્ણ-એક જ લઘુનીતિ સમજવાની છે. તથા આસનેનજીકમાં મઝે–મધ્યમાં અને દૂર-દૂર, એમ ત્રણ ત્રણ ભૂમિકાઓ. સમજવાની છે. તેમાં એ કારણ છે કે રાત્રિએ બહારની જમીનમાં કાઈ બળદ વગેરે પશુ આદિ અને અંદરની ભૂમિમાં કીડી, માડી આદિ જીવોને ઉપદ્રવ થાય તે નજીકની છોડીને મધ્યની અને મધ્યની છોડીને દૂરની ભૂમિને ઉપયોગ કરી શકાય. આગાઢ કારણે એટલે કઈ રાજા, ચેર, પ્રત્યેનીક વગેરેને ભય હોય કે સંયમનો ઉપઘાત થાય તેવાં વિશેષ કારણે હોય, ત્યારે મકાનની બહાર ન જવું. એ રીતે માંડલાને ભાવ અને વિવેક સમજ.