________________
૬૦ સૂની સત્તર ગાથા
૨૧૯
માં (અથવા પરીષહ અને ઉપસર્ગોની સામે યુદ્ધ કરવામાં) સુખી થઈશ. (૧૦)
હવે સંયમરૂપી ઘરમાંથી મનને નહિ નીકળવા દેવાને. વિધિ કહે છે કે–
“પવરે” ઈત્યાદિ-તિર્યંચ છતાં જે અગંધન કુળમાં જન્મેલા નાગ વમેલું વિષ પુનઃ ચૂસવાને ઈરછતા નથી, કિન્તુ તેવા પ્રસંગે દુઃખે જેનો સ્પર્શ કરી શકાય તેવા ધગધગતા અગ્નિમાં પડે છે, તે મનુષ્ય છતાં મેં જે ભેગોરૂપી ઝેરનું વમન કર્યું, તેની પુનઃ ઈરછા હું કેમ કરું? (૧૧)
(એ જ અર્થમાં બીજું ઉદાહરણ કહે છે કે જ્યારે રાજીમતી. ઉપર રહનેમને રાગ થયો, ત્યારે તેને સમજાવવા એકદા રાજીમતીએ ખીરનું ભજન કરી, મીંઢળના પ્રયોગથી વમન કરી, રહનેમીને કહ્યું: “આ ક્ષીર છે, તેનું પાન કરો !” રહનેમી બેલ્યા, “વમેલું કેમ પિવાય?” રાજીમતી બેલ્યાં, “તે શ્રી નેમિનાથજીએ વમેલી. રાજીમતીને પણ કેમ ભેગવાય?એ પ્રસંગને જણાવે છે કે)
fધન્યુ ઈત્યાદિ-રાજીમતીએ રહનેમિને કહ્યું, “હે યશના અથી ક્ષત્રિય ! અથવા હે અપયશના અથી મૂખ! તમને ધિક્કાર થાઓ, કે તમે (અસંયમરૂપ) જીવનને માટે વમેલું પીવાને ઈરછા છે ! એમ કરવા કરતાં તે તમારે મરવું તે સારું છે.” (૧૨)
એ રીતે રહનેમિને બોધ પમાડીને રાજીમતીએ દીક્ષા લીધી, રહનેમિ પણ દીક્ષિત થયા. પુનઃ એકદા વર્ષાના કારણે ગુફામાં ભીંજચેલાં વસ્ત્રોની જયણું માટે વિવસ્ત્રા બનેલી રામતીને જોઈ, જ્યારે