________________
પ્રર્તિલેખના
૨૦૩ અથ–જે કે પ્રતિલેખનાના સામાન્ય હેતુઓ તે જીવરક્ષા અને જિનાજ્ઞાનું પાલન છે, પણ મુખ્યતયા પડિલેહણ આ મનરૂપી માંકડાને વશ કરવા માટે કરવાની છે. એ માટે પડિલેહણ કરતાં જે જે બોલને ચિંતવવાના છે, તે ઉપયોગી હોવાથી અહીં આપીએ છીએ–
૧ સૂત્ર અર્થ તત્ત્વ કરી સદ્દહું. ૪ સમકિત મેહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વ મેહનીય પરિહરું.. ૭ કામરાગ, સ્નેહરાગ, દૃષ્ટિરાગ પરિહરુ. ૧૦ સુદેવ સુગુરુ સુધર્મ આદરું. ૧૩ કુદેવ, કુગુરુ, કુધર્મ પરિહરું. ૧૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદરું. ૧૯ જ્ઞાનવિરાધના, દર્શનવિરાધના, ચારિત્રવિરાધના પરિહરું. ૨૨ મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ આદરું. ૨૫ મનદંડ, વચનદંડ, કાયદડ પરિહરું.
તમામ વસ્ત્રો, પાત્ર વગેરે આ પચીસ બેલથી પડિલેહવાં.. દંડો, દાંડી, દરે, કંદોરે વગેરે પ્રથમના દશ બોલથી પડિલેહવાં.. અને મુહપત્તિ, અંગના ૨૫ બેલ સહિત પચાસ બેલથી પડિલેહવી.. તે અંગના બેલ આ પ્રમાણે છે –
૩ હાસ્ય, રતિ, અરતિ પરિહરું. ૬ ભય, શોક, દુર્ગછા પરિહરું. ૯ કૃષ્ણલેશ્યા, નલલેશ્યા, કાપતલેશ્યા પરિહરું, ૧૨ રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરું. ૧૫ માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરુ. ૧૭ ક્રોધ-માન પરિહરું. ૧૮ માયા-લોભ પરિહરું.