________________
૧૫
શ્રી પાક્ષિકસૂત્ર. ગ્રંથ, નિર્યુક્તિ, સંગ્રહણીથી સહિત છે તેમાં) જે ગુણે અથવા ભાવે શ્રી વીતરાગ ભગવંતોએ સામાન્ય અને વિશેષ રૂપમાં કહ્યા છે, તે ભાવને અમે શ્રદ્ધાગત કરીએ છીએ; પ્રીતિ, રુચિ, સ્પર્શ, પાલન અને અનુપાલન કરીએ છીએ; તે ભાવની શ્રદ્ધા, રુચિ, સ્પર્શ, પાલન અને અનુપાલન કરવાપૂર્વક અમે આ પખવાડિયામાં જે બીજાને ભણાવ્યું, સ્વયં ભણ્યા, સૂત્રનું પરાવર્તન કર્યું, શકિત પૂછયું, અર્થથી ચિંતવ્યું અને એ રીતે આરાધ્યું તે અમારાં દુઃખોને, કર્મોને ક્ષય કરશે, મોક્ષ કરશે; અન્ય જન્મમાં સમ્યગૂ ધર્મની પ્રાપ્તિ કરાવશે અને ભવભ્રમણથી પાર ઉતારશે, એ કારણે તેને અંગીકાર (વારંવાર અનુમોદનાદિ) કરતા અમે વર્તીએ છીએ. આ પખવાડિયામાં જે ન ભણાવ્યું, ન ભણ્યા, સૂત્રનું પરાવર્તન ન કર્યું, પૂછયું નહિ, અર્થ ચિંતવ્યા નહિ, તેમ જ શરીરબળ, ઉત્સાહ અને પરાક્રમ હોવા છતાં સારી રીતે આરાધ્યું નહિ, તે પ્રમાદરૂપ અતિચારની આલોચના, પ્રતિક્રમણ, નિન્દા, ગહ, વ્યાવર્તન અને વિશુદ્ધિ કરીએ છીએ; પુનઃ એમ નહિ કરવાને નિશ્ચય કરીએ છીએ અને તે પ્રમાદરૂપ અનારાધનાને ઘટતું પરૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને તે પાપનું મિચ્યા દુષ્કૃત” કરીએ છીએ...વગેરે બાકીને અર્થ પહેલાં કહ્યા પ્રમાણે સર્વ સ્વયં સમજી લે.
હવે કાલિક શ્રતનું ઉત્કીર્તન કરવા માટે કહે છે– ‘नमस्तेभ्यः क्षमाश्रमणेभ्यो यैरिदं वाचितं अङ्गबाह्य कालिकं