________________
શ્રી પાક્ષિસૂત્ર
૧૪૧
દેવ-દેવીનાં ઉભય રૂપ વિકુવને બને વેદનાં સુખ ભેળવી શકું તે “સ્વપ્રવિચારી દેવ થાઉં”—. કેઈ મનુષ્ય અને દેવના ભોગેથી વૈરાગી બનેલ સાધુ કે સાધ્વી એમ વિચારે કે આ ધર્મ જે સફળ હોય, તે જ્યાં પ્રવિ-- ચારણા નથી તે (નવવેકાદિ) “અલાદવાળા દેવ થાઉં?–૭. કઈ એમ વિચારે કે દેવ તે અવિરતિ હેય છે, માટે આ ધર્મનું ફળ મળે તે હું અન્ય જન્મમાં શ્રીમંત ઉગ્ર કુળ વગેરે ઉત્તમ કુલમાં “શ્રાવક થાઉં –૮. અને કઈ એમ વિચારે કે કામભેગે દુઃખદાયી છે, ધન, પ્રતિબંધક છે, માટે અન્ય ભવમાં હું “દરિદ્ર થાઉં? કે જેથી. સુખપૂર્વક ગૃહસ્થભાવને ત્યજી પ્રવજ્યા ગ્રહણ કરી શકું૯. એમ પિતાના તપ, નિયમ, વ્રત વગેરેની આરાધનાના ફળરૂપે અન્ય ભવમાં તે તે અવસ્થાને પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરે તે નવ નિયાણાને, તથા “સંસારસ્થાચ નવ
આમાં પહેલા છ નિયાણુવાળાઓ અન્ય ભવે વીતરાગને માર્ગ સાંભળે તો પણ તેની શ્રદ્ધા ન થાય; સાતમા નિયાણાવાળાને ધર્મમાં શ્રદ્ધા થાય, પણ દેશવિરતિના પરિણામ ન થાય; આઠમાં. નિયાણુવાળા શ્રાવક થાય, પણ સર્વવિરતિ પ્રાપ્ત ન કરે અને નવમા નિયાણાવાળાને સાધુપણું મળે, પણ મોક્ષપ્રાપ્તિ ન થાય, એમ સમજીને નિયાણા નહિ કરવાં. કારણ કે નિયાણ કર્યા વિના જ સાધુ-શ્રાવકધર્મના ફળરૂપે તે તે ફળ મળે જ છે; ઉલટું નિયાણ કરવાથી ભવિષ્યમાં ધર્મપ્રાપ્તિ થતી નથી. છેલ્લા નિયાણુથી સમતિ, દેશવિરતિ, સર્વવિરતિ પ્રગટ થવા છતાં જીવને મેક્ષ અટકે છે; પ્રથમનાં સાત નિયાણ તે નિયમા સંસારવર્ધક જ છે.