________________
૧૩૮
શ્રી શ્રમણકિયાનાં સૂત્રે-સાથે
વિહારી (નિરતિચાર ચારિત્રવાળા) સાધુઓને અંગે છે; એમ બેમાં ભિન્નતા સમજવી; કારણ કે, તેઓ એકબીજાને માટે એ રીતે યાચના કરે છે. ૩. “બીજાને માટે વસતિની યાચના કરીશ; પણ હું બીજાએ યાચેલીમાં રહીશ નહિ” એ અભિગ્રહ તે ત્રીજી પ્રતિમા; આ “યથાલદક” (જિનક૯૫ના જેવી કઠેર કિયા કરનાર) સાધુને હોય છે, કારણ કે, તેઓ બાકી રહેલા સૂત્રનું તથા અર્થનું અધ્યયન આચાર્ય દ્વારા કરવાની અભિલાષાવાળા હોવાથી આચાર્યને માટે તેવી યાચના કરે છે. ૪. “હું બીજાઓને માટે વસતિ યાચીશ નહિ, પણ બીજાએ યાચેલી વસતિમાં રહીશ” એ અભિગ્રહ તે ચોથી પ્રતિમા, આ ગચ્છમાં રહીને જિનકલ્પને અભ્યાસ કરનારા સાધુઓને હોય છે. પ. “હું મારા માટે વસતિની યાચના કરીશ, બીજાને માટે નહિ” એ અભિગ્રહ તે પાંચમી પ્રતિમા; આ જિનકલ્પિક સાધુને હેય છે. ૬. “જેની વસતિ ગ્રહણ કરીશ, તેનું જ સાદડી, ઘાસ વગેરે પણ સંથારા માટે મળશે તે લઈશ, અન્યથા. ઉત્કટાસને કે બેઠાં બેઠાં રાત્રી પૂર્ણ કરીશ” એ અભિગ્રહ તે છઠ્ઠી; આ પણ જિનકલ્પિક વગેરેને જ હોય છે. ૭. સાતમી પણ છઠ્ઠીના જેવી જ સમજવી; માત્ર “સંથારા માટે શિક્ષા વગેરે જે જેવું પાથરેલું મળશે તે લઈશ, અન્યથા નહિ” એ અભિગ્રહ પણ જિનકલ્પિકાદિને જ હોય છે. એ સાત (અવગ્રહ) પ્રતિમાઓને, તથા “(ત્તિ ) સત સતૈવાવ –આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધની બીજી ચૂલિકા