________________
૩૦.૭.૯૭
ધર્મલાભ
" શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી, પ્રથમ પરીક્ષક, પ્રથમ દીક્ષિત અને પંચ પરમેષ્ઠિના તૃતીય પદને શોભાવનાર શ્રી જિનશાસનના મહાન સ્થંભ સમાન પરમ પૂજય યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા છે.
એવી વિશ્વ વિરલ મહાન સંસ્થા ભારતભરનાં બાળકોને જૈનાચારનું સમ્યગુ જ્ઞાન પ્રાપ્ત થાય અને જૈનત્વના સંસ્કારથી જીવન ઝળહળી રહે તેમ જ ભારતભરમાં શહેર અને ગામોમાં ઠેર ઠેર જૈનત્વની પરબ સમાન પાઠશાળાઓ દ્વારા જૈન બાળકોમાં મોક્ષમાર્ગના જ્ઞાનનું ઝરણું વહેતું રાખી જિનશાસનની સેવાનું મહાન કાર્ય કરતાં સો વર્ષ પૂરાં કરે છે. તે શ્રી જિનશાસનનું મહાન સદ્ભાગ્ય અને પરમસૌભાગ્ય છે.
આ સંસ્થા દ્વિતીય શતાબ્દીની મંગલ મંજિલ પ્રતિ પ્રગતિ કરે તે માટે સમસ્ત જૈન સંઘના ઉદાર ચરિત દાનવીર મહાનુભાવ શ્રેષ્ઠિવર્યો પોતાના પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલ સલક્ષ્મીનો હૃદયના ભાવોલ્લાસપૂર્વક સુંદર વિનિયોગ કરે અને ઉદારભાવે ફાળો આપે એ જ અન્તરની સત્રેરણા સહ શુભ આશિષ.
– સુબોધસાગરસૂરિ
ધર્મલાભ
આ સંસ્થાની પવિત્રતા-ઉદેશ કાર્યવાહી વગેરે અંગે જેટલી પ્રશંસા કરીએ તે ઓછી છે. આ સંસ્થાના આદ્યસ્થાપક મહેસાણાવાસી સંગત બાલબ્રહ્મચારી શેઠ વેણીચંદ સૂરચંદની સંઘનીશાસનની, જ્ઞાનગુણની સેવા કરવાની નિર્મળ ભાવનાનું બળ એ સંસ્થાની મૂળ મૂડી છે. કેવળ નિઃસ્વાર્થ ભાવના એ સંસ્થાના પ્રાણ છે. કેવળ સ્વ-પર કલ્યાણની ભાવનાથી તન-મન-ધનથી ઉદાર ભાવે દાન કરનાર આદ્યસ્થાપક શેઠશ્રીની ભાવનાની જેટલી અનુમોદના પ્રશંસા કરાય તેટલી ઓછી છે. પરમાત્માએ સ્થાપેલા શ્રી સંઘ-શાસનની સેવા એ સર્વોત્કૃષ્ટ આરાધના છે. તેમની ભાવનાનું બળ સતત હિતકર બન્યું છે. અને તેમની પછી સંસ્થાના સંરક્ષક ભાગ્યવંત શ્રાવકોનું પણ પુણ્ય કામ કરી રહ્યું છે. તમારા સંઘનું પુણ્ય છે કે આવી સંસ્થાની સેવા-સંભાળ વગેરે કરવાનો તમને લાભ મળ્યો છે.
આ સંસ્થાના યશના ભાગી આદ્યસ્થાપક-પ્રમુખ વહીવટદારો-સહાય કરનારા ભાગ્યવંતોઅને ભણનાર-ભણાવનાર ભાગ્યશાળીઓને સંસ્થા સતત સારી રીતે ચાલુ રહે એ રીતે સેવા
૪ ]
સૌજન્ય : શ્રી શાન્તિલાલ મણિલાલ શાહ, સાલડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org