________________
ધર્મલાભ
વિ. એક ધાર્મિક શિક્ષણ સંસ્થા સો વર્ષ પૂર્ણ કરે ત્યારે તે તીર્થ બને છે. તેની પવિત્રતા વધુ પ્રદીપ્ત બને છે. આપણા શ્રીસંઘમાં આ સંસ્થાની જુદી જ ભાત છે.
પ્રભુના ધર્મના પાયાના આચારોનું પાલન કરવા પૂર્વક થતું વિદ્યાદાન આચારની સુવાસ પ્રસરાવનાર નીવડે છે.
વિદ્યાર્થીઓને સામાન્ય ભાષાજ્ઞાન, વૈચારિક શક્તિની ખીલવટ, બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ, પ્રભુના શાસનને જોવાનો ઊંડાણભર્યો દૃષ્ટિકોણ અને શ્રી સંઘમાં પોતાના ઋણને અદા કરવાનો અભિગમ કેળવાય તે ખૂબ જરૂરી છે. અને આ બધું કરવા તમારો શિક્ષકગણ સમર્થ થાય અને તેને ઝીલવા વિદ્યાર્થીગણ યોગ્ય બને તે જ આજની શુભાભિલાષા.
– વિજયદેવસૂરિ
ધર્મલાભ
આચાર્ય વિજય યશોદેવસૂરિ તરફથી શેઠશ્રી વેણીચંદ સુરચંદ મહેસાણા જૈન પાઠશાળા
અત્ર દેવગુરુ પસાયે શાંતિ
વિ આધ્યાત્મિક ઉત્થાન માટે પાયાનું કામ કરનાર ગંગોત્રી જેવી આ સંસ્થાનો શતાબ્દી મહોત્સવ ઊજવવાના છો તે જાણીને ઘણો આનંદ થયો છે.
યોગ્ય
મા.વ.બીજી. ચોથ બુધવાર
યોગ્ય સંચાલકો, યોગ્ય શિક્ષકો અને યોગ્ય પંડિતો મેળવવાનું કામ કપરું હોવા છતાં સંસ્થા તરફથી એવાં આકર્ષણો ઊભાં થાય કે બીજાઓને પણ અહીં આવીને ધાર્મિક-આધ્યાત્મિક શિક્ષણ મેળવવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય.
તમારો સમારોહ નિર્વિઘ્ન રીતે પૂર્ણ થાય, તથા આ સંસ્થામાં તન, મન અને ધનથી ભોગ આપનાર મહાનુભાવોને ધર્મલાભ.
વિજય યશોદેવસૂરિ
Jain Education International
સૌજન્ય : શ્રીમતી મફતબેન ઉત્તમચંદ પેથાણી, ગઢ
For Private & Personal Use Only
૭
www.jainelibrary.org