________________
“સામાયિક” તે હિ જ આત્મા ! રાજુભાઈ એસ. સંઘવી (રાધનપુરવાળા)
પરમપિતા પરમાત્માના શાસનનાં દરેક અનુષ્ઠાનો છે આવશ્યકમય છે ચાહે એ સામાયિક, પ્રતિક્રમણ, વરઘોડો, સ્વાધ્યાય, પ્રભુપૂજારૂપે કેમ ન હોય ! દરેક અનુષ્ઠાનોમાં ૬ આવશ્યકો સમાયેલ છે, ઉપયોગ અને ચિન્તનાત્મકભાવે જો એ અનુષ્ઠાન કરવામાં આવે તો તે દરેક પ્રાણવત્તા બન્યા વિના ન રહે !
એ ૬ આવશ્યકોમાં અગ્રિમ સ્થાને છે, “સામાયિક” ! સામાયિકનું હાર્દ છે સમતા, સામાયિકથી સાધ્ય છે સમત્વ ! સમતા વિનાનાં અનુષ્ઠાનોની કિંમત એકડા વિનાના મીંડા જેવી છે... આરાધનાના યોગો અસંખ્ય હોવા છતાં તે આરાધનાનો પ્રાણ/હાર્દ/સાર કે અર્ક તે સમતા છે.
માત્ર સામાયિકની ક્રિયા જ સામાયિક રૂપે છે એમ નથી, જે ક્રિયામાં સમતાની સાધના થાય, રાગ-દ્વેષ મોળા પડે, પ્રશમભાવની વૃદ્ધિ થાય તે દરેક ક્રિયા સામાયિક છે ચાહે એ વ્યાખ્યાન, વૈયાવચ્ચ, તપ, સ્વાધ્યાય સ્વરૂપ કેમ ન હોય ? સમગ્ર મોક્ષમાર્ગ સામાયિકરૂપ છે...
વ્યવહારમાં પણ દર્દી નિયમિત દવા લેતો જાય અને અન્વેષણ કરતો જાય કે મારો રોગ કેટલો શમ્યો ? કેટલો મટ્યો ? તેમ સાધક દરરોજ સામાયિકાદિ અનુષ્ઠાન કરતો જાય અને સંશોધન કરતો જાય કે મારા સંક્લેશો કેટલા ઘટ્યા? હૃદયની ક્ષુદ્રતા કેટલી ઓછી થઈ? સમતા કેટલી આવી ?
એક ભાઈ દરરોજ ૨ થી ૩ ના ગાળામાં સામાયિક કરે, તેની પત્ની ૩ વાગ્યે ચા તૈયાર જ રાખે, તે પીને તે શ્રીમાન્ ધંધે જાય. એક વખત બહેન કોઈ કામમાં પડ્યાં ને ચા બનાવવી રહી ગઈ, ને પેલા ભાઈ સામાયિક કરીને ઊઠ્યા, ને ચા માંગી ! પેલા બહેન કહે “જરા વાર રહો, ચા બને છે ! આ સાંભળતાં જ શ્રીમાનો પિત્તો ગયો, ને શ્રીમતીને ન સંભળાવવાનું સંભળાવ્યું ! બહેનજી તો વિચારમાં જ રહી ગયાં કે આમણે સામાયિકની સાધનાથી મેળવ્યું શું ?
પૂ. ભાવપ્રભ સૂરિ મ. સા. એ પણ અધ્યાત્મની સ્તુતિમાં સંવેદનાના સૂરમાં આવું જ કંઈક ગાયું છે “ઉઠી સવેળા” - પ્રાતઃ કાળે ઉઠી સમભાવની સાધનાર્થે સામાયિક તો લીધું પણ સંવરદ્વાર દીધું નહીં(આશ્રયદ્વાર ખુલ્લું રહ્યું.) જેના દ્વારા મિથ્યાત્વરૂપી કાળો કૂતરો આત્મઘરમાં પ્રવેશ્યો-જે રત્નત્રયીરૂપ સઘળુ ઘી પી ગયો ! ત્યારે સુમતિસ્ત્રીને ઉદ્દેશીને કલ્યાણમિત્રસમ સાસુ
સૌજન્ય : શ્રી અશોકભાઈ પોપટલાલ શાહ, પાટણ
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org