________________
આવા બહુમાનપૂર્વકના શબ્દોથી શિક્ષકને બોલાવી આદર આપવો જોઈએ. ધાર્મિક શિક્ષકને પણ વ્યાવહારિક પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે ગૌરવભેર સહકાર આપી ધાર્મિક શિક્ષકનો વ્યવસાય પવિત્ર માન આપવા લાયક છે તેમ લાગવું જોઈએ.
આ સાથે પૂ. ગુરુભગવન્તોની સમાજ ઉપર ઘણી અસર પડે છે તેથી પૂ. ગુરુભગવન્તોએ ધાર્મિક શિક્ષકોને સમ્યગુ જ્ઞાન પ્રદાન માટે પ્રેરણા-માર્ગદર્શન આપી સમાજના આગેવાનોને ધાર્મિક શિક્ષણની જરૂરિયાત સમજાવાય તો ધાર્મિક શિક્ષણના પ્રચાર પ્રસાર માટે ઘણું સારું કામ થઈ શકે તેમ લાગે છે.
શાસનદેવને પ્રાર્થના કરીએ કે સમ્યગુ જ્ઞાનનો પ્રચાર પ્રસાર સતત ચાલતો રહે, પરમાત્માની આજ્ઞાની આરાધના માટે શક્તિશાળી બનીએ.
जो पव्वइत्ताण महव्वयाइं, सम्मं च नो फासयई पमाया । अनिग्गहप्पा य रसेसु गिद्धे,
न मूलओ छिन्दइ बन्धणं से ॥ જે સાધક પ્રવ્રજ્યા લીધા પછી પોતે પ્રમાદમાં પડીને સ્વીકારેલાં મહાવ્રતોને શુદ્ધ રીતે બરાબર પાળતો નથી – આચરતો નથી, પોતાના આત્માને નિગ્રહમાં – સંયમમાં રાખતો નથી, રસોમાં લાલચુ બને છે તેનાં બંધનો મૂળથી છેદાતાં નથી.
જિલ)
૧૮૪
સૌજન્ય : શ્રી કંચનલાલ ગભરૂચંદ, ચાણસ્મા
હેનન્ય શ્રી વિનય મર્મ, પાયા
]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org