________________
ધાર્મિક શિક્ષકની સજ્જતા અને યોગ્યતા શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા (રાધનપુર)
મહેસાણા શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા સો વર્ષથી સમ્યગુ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર કરતી નિશ્ચિત ધ્યેય સાથે પ્રવૃત્તિ કરી રહી છે. શ્રદ્ધાસંપન્ન શ્રાવક બની આદર્શ શિક્ષક તરીકે સમ્યજ્ઞાન પ્રદાન કરી શકે તેવા શિક્ષકોને તૈયાર કરે છે. તેથી સંસ્થાના શતાબ્દી મહોત્સવ પ્રસંગે શતાબ્દી મહોત્સવ અંકમાં “ધાર્મિક શિક્ષકની સજજતા અને યોગ્યતા” વિષય ઉપર આ લેખ પ્રસંગને અનુરૂપ છે.
બાળકોનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક સર્વાગી વિકાસ કરવો તે શિક્ષણનું ધ્યેય છે. બાળકોનાં રસ, રુચિ અને વલણને જાણીને બાળકોના ઘડતર માટે શિક્ષકે તત્પર રહેવું જોઈએ. પાઠશાળામાં સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકા ચતુર્વિધ સંઘનું ઘડતર થાય છે. તેથી ધાર્મિક શિક્ષકની જવાબદારી ઘણી છે. આદર્શ શિક્ષક જન્મે છે, બનતા નથી. તેથી શિક્ષકને અધ્યાપન પ્રવૃત્તિમાં સ્વાભાવિક રસ હોવો જોઈએ.
શિક્ષકની સજ્જતા અને યોગ્યતા માટે શિક્ષકમાં નીચેના ગુણો હોવા જોઈએ. (૧) મિત્ર અભ્યાસક અને માર્ગદર્શક :
શિક્ષકે બાલસ્વભાવમાં રહેલી વિશેષતાઓનો અભ્યાસ કરી બાળકોના વિકાસમાં કારણ રૂપ વંશ, વારસો અને વાતાવરણને જાણીને મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી બાળકોના મિત્ર બની બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગ્રત કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. બાળક એ ફૂલ છે. તેથી શિક્ષકે માળીની ભૂમિકાથી બાળકરૂપી ફૂલને ખીલવવાનું કામ કરવું જોઈએ.
શિક્ષકની એક આંખમાં ભય અને બીજી આંખમાં પ્રેમનાં દર્શન થવાં જોઈએ. બાળકોને ધાર્મિક સંસ્કારો પાડવા પ્રાથમિક સંસ્કારો માટે જરૂર પડે ભય બતાવી બીજી ક્ષણે માતાની મમતાની જેમ પ્રેમ વર્ષાવી બાળકના વિકાસમાં પ્રેરક બળ તરીકે કામ કરવું જોઈએ.
શિક્ષકે પોતાના વિષયમાં પ્રભુત્વ મેળવવા સતત અભ્યાસ કરવા સાથે સ્વાધ્યાયમાં તત્પર રહેવું જોઈએ. બાળકોને વિષયમાં રસ પડે તે માટે નવી નવી પદ્ધતિઓ અપનાવી વિષયનું જ્ઞાન આપવા આયોજન કરવું જોઈએ.
૧૮૨
સૌજન્ય: શ્રી કે ચંદ્રકાન્સ એન્ડ કુ, મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org