________________
શહેરનું નામ રોશન કરે છે.
જીવદયા માટે અત્રે પાંજરાપોળ સંસ્થા ઘરડાં પ્રાણીઓને આશ્રય આપી તેમની સેવાશુશ્રુષા કરી જીવદયાનું કામ ઉત્તમ રીતે કરી રહેલ છે. ગામનાં બાળક, બાળિકાઓને ધાર્મિક સંસ્કાર માટે રવિસાગરજી જૈન પાઠશાળા તથા શ્રી વર્ધમાન તપ આયંબિલ શાળા સારી રીતે ચાલે છે.
શ્રી વીરચંદ કરમચંદની વાડી, શ્રી ડાહ્યાભાઈ ઘેલાભાઈ જૈન સેનેટોરિયમ, તેમજ જૈન શોર્યાલગ્રુપ જૈન જાગૃતિ સેન્ટર, શ્રી સીમંધર સ્વામી પ્રગતિ મંડળ, શ્રી સુમતિ જિન સંગીત મંડળ, શ્રી પાર્શ્વજિન મહિલામંડળ વગેરે ખૂબ જ સારી રીતે ધાર્મિક અનુષ્ઠાનોમાં તેમ જ પ્રભુભક્તિમાં ઊંડો રસ લઈ કાર્યો કરી રહેલ છે.
આવો, આપણે દિવ્ય ધામની દિવ્યતાને નિહાળી જીવનને ઉજમાળ બનાવીએ..
अप्पा खलु सययं रक्खियव्वो, सव्विन्दिएहिं सुसमाहिएहिं । अरक्खिओ जाइपहं उवेइ,
सुरक्खिओ सव्वदुहाण मुच्चइ ॥ પાંચ જ્ઞાનેંદ્રિયો અને પાંચ કર્મેઢિયો તે તમામ ઈદ્રિયોને બરાબર સમાધિયુક્ત કરીને નિરંતર આત્માને પાપમય પ્રવૃત્તિઓથી બચાવ્યા જ કરવો જોઈએ, કારણ કે, એ રીતે નહિ બચાવવામાં આવેલો આત્મા જ્યારે સંસારના ચક્રમાં ભટક્યા કરે છે, ત્યારે એ રીતે બરાબર બચાવવામાં આવેલો આત્મા તમામ દુઃખોથી દૂર રહે છે.
૧૯૮]
સૌજન્ય : શ્રી વિમળાબેન ચીનુભાઈ શાહ, કાંદીવલી મુંબઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org